'Stay At Home' Unique Lockdown Song by Surat Artists: Surrealists appealing to people to be safe at

Total Views :

13

EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE સુરતના કલાકારોનું અનોખું લોકડાઉન સોંગ ‘ઘરમાં રહો’: સંગીતમય પ્રસ્તુતિ દ્વારા લોકડાઉનમાં લોકોને ઘરમાં જ સુરક્ષિત રહેવાની અપીલ કરતા સુરતી કલાકારો ----------------- સુરતના ફિલ્મ અને સંગીત ક્ષેત્રે સંકળાયેલા કલાકારો દ્વારા લોકડાઉનમાં લોકોને ઘરે જ સુરક્ષિત રહેવાની અપીલ કરવા માટે એક અનોખું સોંગ બનાવવામાં આવ્યું છે. ‘ઘરમાં રહો’ નામના આ મનોરંજક વિડીઓ સોંગમાં સુરતના પદ્મશ્રી સન્માનિત યઝદી કરંઝીયા, બોલિવુડ અભિનેતા ગૌરવ પાસવાલા, પ્રખ્યાત ગાયક જગદીશ ઇટાલિયા અને અજીતા ઇટાલિયા તથા અન્ય કલાકારોની મદદથી આ લોકડાઉન સોંગનું નિર્માણ થયું છે. લોકડાઉનમાં લોકો સરકારના આદેશોનું પાલન કરે, ઘર બહાર નીકળવાનું જોખમ ન ખેડે અને કોરોના સામેના જંગમાં લોકો સુધી હકારાત્મક સંદેશ પહોંચે એ આશયથી સુરતના લેખક અને દિગ્દર્શક ભાવિન પાટીલ અને સંદીપ રાજપૂત દ્વારા આ સોંગનું નિર્માણ કરાયું છે. ગીતને ગાયક શ્રી દર્શિત નાયકે સ્વર આપ્યો છે.

Publish Date :

2020-04-10 03:24:00

Recommended Videos

IMG