21
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE NEWS ડુમસ રોડ પર આવેલ લાન્સર આર્મી સ્કુલની બાજુમાં રાધિકા ટાવર જર્જરીત હોવાથી સુરત મહાનગરપાલિકાએ 54 ફ્લેટો ખાલી કરાવી તેને સીલ મારી દીધા હતા. આ પૈકી 4 ફલેટના સીલ અને તાળ તોડી અંદર ઘુસેલા તસ્કરો 1 લાખની મત્તા ચોરી કરી ભાગી ગયા હતા. આ અંગે ફલેટ હોલ્ડરને ઉમરડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પિપલોદના ચાંદની ચોક પાસે, સાગર એપાર્ટમેન્ટમાં રહેતા અને મંડપ ડેકોરેટરનું કામ કરતા હેતલ જય સુખ કાંટાવાલાનો પિપલ લાન્સર આર્મી સ્કુલની બાજુમાં રાધિકા ટાવરમાં 702 અને 103 નંબરનો ફલેટ છે. જેમાં એક ફ્લેટમાં તે રહે છે અને બીજામાં ઓફિસ છે. રાધિકા ટાવર જર્જરિત હોવાથી થોડા મહિના પહેલા પાલિકા દ્વારા તમામ ફલેટના ખાલી કરાવી તેને સીલ મરાયા હતા. 22મી જુનથી 1 ઓક્ટોબર સુધીના સમયમાં અહીંના ચાર ફલેટોમાં ચોરી થઈ હતી. હેતલ કાંટાવાલાના ફ્લેટનો મુખ્ય દરવાજાની નકુચી તોડી અંદર ઘુસી તસ્કરોએ ઘરવખરીને સામાન અને ચાંદીના સિક્કા મળી 1 લાખની મહત્તાની ચોરી કરી નાસી ગયા હતા. વધુમાં પોલીસે જણાવ્યું કે પાલિકા સીલ કરેલા તમામ ફલેટના સીલ તૂટેલા હોવાથી ફલેટોમાં ચોરી થઈ છે. પોલીસે ચાર ફ્લેટોમાં થયેલી ચોરીના મામલે નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે ઘટનાની તપાસ હાથ ધરી છે.
2019-11-07 02:01:44