12
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE NEWS SURAT સ્ટેટ બેન્ક ની આગવી પહેલ : સુરત માં મોબાઇલ એટીએમ વાન ની સેવા શરૂ કરી કોરોના નામનો રાક્ષસ જ્યારે સમગ્ર વિશ્વ માં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે સરકારને સમગ્ર દેશમાં લોક ડાઉન કરવાની ફરજ પડી છે. આવા સંજોગોમાં લોકોને બહાર રસ્તા ઉપર જવું તેમજ બેન્ક માથી પૈસા ઉપાડવા જવું ખુબજ મુશ્કેલ તેમજ જોખમી બને છે. સમય ને ધ્યાન રાખીને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, સુરત વહીવટી કચેરીએ “મોબાઇલ એટીએમ” સેવા શરૂ કરી છે જેનો લાભ કોઈપણ બેન્ક નો ખાતેદાર લાભ લઈ શકે છે. જેનો કોઈપણ એકસ્ટ્રા ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં. સ્ટેટ બેન્ક માં ખાતું હોય કે અન્ય બેન્ક માં ખાતું હોય, કોઈપણ વ્યક્તિ આ એટીએમ માથી પૈસા ઉપાડી શકે છે. કોઈ પણ જાતના વધારાના ચાર્જ વગર. વધુ માં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મહાકુલ સાહેબે જણાવ્યુ છે કે આ મોબાઇલ એટીએમ સુરત શહેર ના વિવિધ વિસ્તારો, જ્યાં નજીકમાં એટીએમ ની સુવિધા ના હોય એવા વિસ્તારો તેમજ જ્યાં જ્યાં બહાર નીકળવા પર પ્રતિબંધ લાગેલો હોય તેવા વિસ્તારમાં ફરશે.
2020-04-20 05:55:47