GANESH DARSHAN SURAT watermelon ganesji Dr Aditi

Total Views :

75

EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE GANESH DARSHAN SURAT સુરત માં મહિલા ડોક્ટરે 108 તરબૂચ માંથી ગણપતિ ની મૂર્તિ બનાવી સ્થાપના કરી .. હતી.. ડૉક્ટર હોવા છતાં પોતાના શોખના કારણે તે દર વખતે કંઈક નવીન કરતી હોય છે. ગત વર્ષે આ યુવતી નારિયેળના પાનમાંથી ગણપતિજી બનાવ્યા હતા અને આ વખતે તેમણે 108 તરબૂચમાંથી ગણપતિજી બનાવ્યા છે. જેને તેઓ વિસર્જિત વખતે ગરીબોમાં વહેંચી દેશે જેના કારણે ગરીબોને ભોજન પણ મળી રહેશે. ડૉક્ટર અદિતિ કે જેને અલગ અલગ ક્રાફ્ટની વસ્તુઓ બનાવવાનો શોખ છે. જેના કારણે તેણી દર વર્ષે કંઈક નવીન કરતી હોય છે. ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવતા ડૉક્ટર અદિતી કહે છે કે ‘પર્યાવરણને પ્રદૂષિત ન કરીને શ્રીજીની એ રીતે સ્થાપના કરવી જોઈએ કે જેના કારણે વાતાવરણ તો શુદ્ધ રહે જ, પરંતુ લોકોને તેમાંથી કંઈક શીખવા મળે, વેસ્ટમાંથી બેસ્ટ પણ બનાવી શકાય છે અને તેથી જ આ વખતે મે તરબૂચમાંથી ગણપતિજી બનાવવાનુ નક્કી કર્યું. ડૉક્ટર અદિતી કહે છે, આ કામ એટલું પણ આસન હતું નહીં. પરંતુ દ્રઢ નિશ્ચય સાથે મે બાપાની પ્રતિમા બનાવવાનું શરૂ કર્યું. 108 તરબૂચ પર બાપાની વિવિધ કૃતિઓ બનાવી અને સાથે જ બાપાના વિવિધ નામો પણ તરબૂચ ઉપર લખ્યા છે. જેથી લોકોને બાપાના વિવિધ રૂપો વિશે પણ માહિતી મળે આ તમામ તરબૂચને બે સ્ટેન્ડ ઉપર એ રીતે રાખવામાં આવશે કે જેમાંથી બાપાની એક અલગ જ આકૃતિ બનશે. એક દિવસ બાદ આ તમામ તરબૂચને ગરીબોને વેચી દેવામાં આવશે. જેના કારણે તરબૂચ પણ ના બગડે અને ગરીબોને ભોજન પણ મળી રહે.

Publish Date :

2019-09-09 04:05:05

Recommended Videos

IMG