38
**ઓડિશા તરફ જતી ટ્રેનો ૭ મે સુધી રદ: હજારો લોકો અટવાયા* ફેની તોફાન ભયંકર સ્વરૂપ ધારણ કરીને પુરીના તટ વિસ્તારમાં ટકરાયું છે. જેના પગલે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ફેની તોફાનના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. લોકોની સુરક્ષા વ્યવસ્થા અને વાવાઝોડાની દહેશતને ધ્યાને લઈને અમદાવાદ સહિત ગુજરાતમાંથી ઉપડતી પુરી તરફ જતી ટ્રેન રદ કરી દેવાઈ છે જેના કારણે કાલુપુર રેલવે સ્ટેશન પર સેંકડો મુસાફરો અટવાયા હતા અમદાવાદથી પુરી જતી ટ્રેન આજે રદ કરવામાં આવી છે. ********* *ઓડિશાના પુરીના કિનારે ૨૨૫ કિ.મીની ઝડપે ત્રાટક્યું ‘ફેની’: ભારે વરસાદ શરૂ* બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું વિનાશક ચક્રવાતી તોફાન ફેની વિકરાળ સ્વરૂપ ધારણ કરીને આજે સવારે લગભગ ૮.૦૦ કલાકે ઓડિશાના પુરીના કિનારે ત્રાટક્યું હતું. ફેનીના કારણે હાલ ભુવનેશ્વર, ગજપતિ, કેન્દ્રપારા અને જગતપુરસિંહ વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. સમુદ્રમાં તોફાની મોજાંઓ ઊઠી રહ્યાં છે. આજે સવારે ૨૨૫ કિમી પ્રતિ કલાકની ઝડપે ફેની ઓડિશાના કિનારે ટકરાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ફેની કિનારે ટકરાયા બાદના ચારથી છ કલાક સૌથી વિનાશકારી રહેશે અને આ સમયગાળામાં લોકોને તેમના ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.
2019-05-04 04:05:31