EXOTIC NEWS SURAT dengue

Total Views :

24

EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE NEWS SURAT સુરત રોગચાળાના ભરડામાં, માત્ર ડેન્ગ્યૂના જ 778 દર્દીઓ હૉસ્પિટલમાં દાખલ... સુરત શહેરમાં પડેલા કમોસમી વરસાદ અને 'મહા' નામના વાવાઝોડા ને લઈને વાતાવરણમાં આવેલા પલટાને કારણે શહેર માં રોગચાળાએ માથું ઉંચક્યું છે. શહેરની હૉસ્પિટલોમાં દર્દીની સંખ્યા વધી રહી છે ત્યારે હોસ્પિટલમાં દર્દીને જમીન પર સુવડાવી સારવાર આપવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સુરત શહેરમાં ડેન્ગ્યૂના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરમાં રોગચાળાએ માઝા મૂકી છે ત્યારે શહેર મનપાની ટીમ સતત કાર્યરત બની છે પરંતુ રોગચાળાને નાથવામાં કોઈ કારણસર નિષ્ફળતા જોવા મળી રહી છે. તેને લઇ લોકો ચિંતામાં પડ્યા છે. હાલમાં શહેરની વિવિધ હૉસ્પિટલોમાં માત્ર ડેન્ગ્યૂના જ 778 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે અન્ય તાવ, મલેરિયા, ગેસ્ટ્રોના 1706 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે રોગચાળામાં દર્દીનો સતત વધારો નોંધાયો છે. મ.ન.પાની ટીમ દ્વારા અનેક દાવાઓ કરવામાં આવતા હોય છે પરંતુ જે પ્રમાણેના આંકડા સામે આવ્યા છે તેને લઇને ગ્રાઉન્ડ રિયાલિટી કઈ બીજી જ દેખાય છે. સતત વરસી રહેલ વરસાદ અને 'મહા' નામના વાવાઝોડા ને લઈને આવેલ વાતાવરણ ના પલટાને લઈને રોગ ચાળો સતત પોતાનું માથું ઊંચકી રહ્યું છે. જોકે, મનપા દ્વારા રોગ ચાળો ડામવા માટે મનપા ની મોટી ટીમ ઘરે ઘરે સર્વે ક રી રહી છે. જ્યાં ડેંગ્યૂના બ્રિડીંગ મળે ત્યાં કાર્યવાહી કરવા છતાંય રોગ ચાળો કાબૂમાં નથી આવતો. દર્દીઓની સંખ્યામાં હાલમાં એટલો વધારો જોવા મળી રહ્યો છે કે એક બેડ પર બે દર્દી રાખવા પડે તેવી સ્થિતિ છે અને કેટલાક દર્દીઓને જમીન પર ગાદલા નાખી સારવાર આપવામાં આવી રહી છે.જોકે, રોગ ચાળો નાથવા માટે મનપા દ્વારા અલગ અલગ વિસ્તાર માં ટીમ દ્વારા દવા સાથે સ્વચ્છતા માટે ની કામગીરી કરવામાં આવી રહી છે, છતાંય સવાર પડેને દર્દી ની લાંબી લાઇન સરકારી હૉસ્પિટલ ખાતે જોવા મળે છે, જોકે, સરકારી સાથે ખાનગી હૉસ્પિટલ પણ દર્દીથી ઉભરાઈ રહી છે જોકે સૌથી વધુ દર્દી ડેંગ્યૂ ના જોવા મળે છે ત્યારે તંત્ર દ્વારા આગામી દિવસ માં રોગ ચાળો નાથવા શું પગલાં લેશે તે જોવું જ રહ્યું. હાલના આંકડા સ્મીમેર હૉસ્પિટલમાં ડેંગ્યૂ 198, નવી સિવિલમાં ડેંગ્યૂ 580, નવી સિવિલ મેલેરિયા 403, દર્દી ઓ દાખલ છે

Publish Date :

2019-11-09 02:26:06

Recommended Videos

IMG