Severity: Warning
Message: file_get_contents(): SSL operation failed with code 1. OpenSSL Error messages: error:0A000126:SSL routines::unexpected eof while reading
Filename: user/video_full_view.php
Line Number: 60
89
EXOTIC NEWS આવેદન પત્ર થોડા સમય પહેલા શેડ્યુલ વનમાં આવતા ઘુવડ સાથે ટીકટોક વિડીયો બહાર પાડનાર સુરતની કીર્તિ પટેલ સામે લાયન નેચર ફાઉન્ડેશન પ્રમુખ દ્વારા વન વિભાગને અરજી કરતા વન વિભાગે ૨૫ હજારનો મામુલી દંડ કરી છોડી મુકેલ. હમેશા પ્રસિધ્ધીમાં રહેવા માટે ટીકટોક વિડીયો ઉતારી લાખો રૂપિયા કમાઈને ઘુવડના ટીકટોક વિડીયોમાં વન વિભાગે વન્યપ્રાણી ધારા ૧૯૭૨ અન્વયે માત્ર રૂ|.૨૫ હજારનો દંડ કરતા. ટીકટોક વિડીયો દ્વારા લાખો રૂ|. મેળવનાર વ્યક્તિને માત્રને માત્ર ૨૫ હજાર જેવો મામુલી દંડ કરીને છોડી મુકવાના કારણે કીર્તિ પટેલને જાણે કે કાયદાનો ડર ન હોય તેમ જંગલ વિસ્તારમાંથી પસાર થતા જાહેર રોડ ઉપર દર કી.મી. વન્યપ્રાણીઓને ખાવાની ચીજવસ્તુ ન આપવા જણાવતા બોર્ડ મુકેલ હોવા છતાં વનવિભાગના કાયદાને જાણે કે ઘોળી પીવા હોય તેમ કીર્તિ પટેલે તાજેતરમાં જંગલ વિસ્તારમાં ઈરાદાપૂર્વક વાનરોને કેળા ખવરાવી વિડીયો ઉતારવો હોય તેમ જથ્થાબંધ કેળા લઇ વાનરોની વસ્તીવાળા વિસ્તારમાં જઈ ટીકટોક વિડીયો ઉતારી પોતાની પ્રસિધ્ધીની ભુખ સંતોષી વાનરોને હેરાન કરતો વિડીયો વાયરલ કરેલ છે. અગાઉ ઘુવડને પકડી પરેશાન કરવાના ટીકટોક વિડીયો સંદર્ભે અમારી અન્વયે સુરત વનવિભાગે માત્રને માત્ર મામુલી ગણાય તેવા રૂ|.૨૫ હજારનો દંડ કરી છોડી મુકવાના કારણે ટીકટોક વિડીયોમાં લાખો રૂ|. કમાઈને માત્ર ૨૫ હજાર રૂપિયા જેવો મામુલી દંડ થવાથી પ્રોત્સાહિત થઇ વન્યપ્રાણી સાથેના વિડીયો ઉતારી વધુને વધુ પ્રસિધ્ધી મેળવી વન્યપ્રાણીઓને હેરાન પરેશાન કરતા વિડીયો ઉતારવામાં જાણે કે માહિર થઇ ગઈ હોય તેમ છાશવારે વારંવાર વન્યપ્રાણીઓંને હેરાન પરેશાન કરવાની કુટેવ બંધ કરાવવા વન્ય પ્રાણી અધિનિયમ ૧૯૭૨ નીચે કડકમાં કડક કાર્યવાહી કરી. હવે પછી વન્યપ્રાણીઓં સાથે વિડીયો ન ઉતારે તેવી ખાતરી લખાવી પોલીસ ફરિયાદ સહીતની કાર્યવાહી કરવા વન અને વન્યપ્રાણીઓના હિતમાં અમારી લાગણી અને માંગણી ધ્યાને લેવા વિનંતી. ... પ્રમુખ
2020-06-19 10:27:08