NEWS LAJPORE JAIL ONLINE EDUCATION BY P P SAVANI GROUP SURAT 8 JULY 20

Total Views :

24

EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE NEWS 8 july 20 *લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે પી.પી. સવાણી ગ્રુપ સુરત દ્વારા બદીવાનો ના ઉજ્જવળ ભવિષ્ય માટે ઓનલાઈન શૈક્ષણિક સત્રનો શુભારંભ* પ્રવર્તમાન કોરોના વાયરસનાં સંક્રમણની મહામારી સમગ્ર વિશ્વને ભરડામાં લીધેલ છે, શિક્ષણ સંસ્થાઓમાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિને ડામાડોળ કરી દીધી છે, આવી મહામારી પરિસ્થિતિમાં શૈક્ષણિક સંસ્થાઓ એ હથિયાર હેઠા ના મુકતા ઓનલાઈન શિક્ષણ આપવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. જેલ એક સમાજથી વિખુટ પડેલું અંગ છે. જેલમાં સજા ભોગવતા બંદીવાન ભાઈઓ અટકી પડેલો અભ્યાસ મેળવવા ઇચ્છતા હોય છે, કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં ઓનલાઈન શિક્ષણ જેલમાં પ્રાપ્ત થાય તેવા અથાગ પ્રયત્નો જેલ પ્રશાશન દ્વારા કરાયેલ હોય ત્યારે સુરતની એકમાત્ર સંસ્થા પી.પી.સવાણી ગ્રુપ દ્વારા ઓનલાઈન શિક્ષણની સુવાસ ફેલાવવાની તૈયારી દર્શાવેલ આ કળયુગમાં પરમેશ્વરે આપેલ પ્રસાદ સમાન છે. સુરત ખાતે લાંબા સમયથી કાર્યરત શિક્ષણનાં ઉચ્ચ શિખરો સર કરવાનો લક્ષ્યાંક ધરાવતી સંસ્થા પી.પી.સવાણી ગ્રુપ દ્વારા લાજપોર મધ્યસ્થ જેલમાં અભ્યાસ માં રુચિ ધરાવતા બંદીવાન સભ્યો માટે ઓનલાઈન શિક્ષણ નો આરંભ આજરોજ તા. 8/7/2020 પ્રારંભ થયો છે ત્યારે લાજપોર મધ્યસ્થ જેલ પ્રશાશન દ્વારા પી.પી. સવાણી સંચાલકો અને શિક્ષકોનો આભાર માન્યો હતો, કેદીઓના જીવનમાં આ શિક્ષણરૂપી પ્રકાશ પાથરવા બદલ અને બંદીવાન સભ્યોના જીવનને ઉજ્જવળ બનાવવા બદલ શ્રી મહેશભાઈ સવાણીનું આવી ઉમદા અને કર્તવ્યનિષ્ઠ કામગીરીનો ભવિષ્યમાં પ્રકાશ પાથરવા બદલ સન્માન કર્યું હતું.

Publish Date :

2020-07-09 06:39:42

Recommended Videos

IMG