Exotic Web Media: News Ved Road ગંદકી 29/ 3 /2018 ઉભરાતી ગટરના પાણી થી ફેલાઈ ગંદકી

Total Views :

88

Surat 29/ 3 /2018 વેડ રોડ પંડોળ ખાતેની ગલી નં. ૧ અને ૨ માં ઉભરાતી ગટરના પાણીથી ફેલાઇ ગંદકી સ્થાનિક લોકોની રજૂઆત બાદ પણ તંત્રને ફોલ્ટ મળતો નથી વેડ રોડ સ્થિત પંડોળ ખાતેની ગલી નં. ૧ અને ગલી નં. ૨ છેલ્લા ચાર દિવસથી ગંદા પાણીથી ખદબદી રહી છે. ગટરનું ગંદુ પાણી રસ્તા પર વહી રહ્યુ છે. વરસાદ વખતે જે ગટર ઊભરાતી હોય તેવી જ રીતે ઉભરાઈ રહી છે. વેડ રોડ પંડોળ વિસ્તારના ગેટ નં. ૧ અને ૨ પર છેલ્લા ચાર દિવસથી ગટરનું પાણી ઊભરાઈ રહ્યું છે પરંતુ પાલિકા તંત્ર નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે. ચાર દિવસથી ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે. અહીંના દુકાનદારોએ સુરત મહાનગરપાલિકામાં અનેક ફરિયાદ કરી પણ આમ છતાંય કામદારો હાથમાં ઝાડુ કે સળિયા લઈને આવે છે અને ગટર સાફ કરવાનો ડોળ કરીને ચાલ્યા જાય ને કામગીરી તો અધૂરી જ રહે છે. ચાલ્યા ગયા બાદ આખો દિવસ પસાર થાય તોય તેઓ ફરી ફરકતાં જ નથી. શહેરને સ્વચ્છ રાખનારા અને "સ્વચ્છ સુરત'નો નારો હવે માત્ર કાગળ ઉપર જ હોય એવુ વેડરોડના લોકોને લાગી રહ્યુ છે. આ મામલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Publish Date :

2018-03-29 08:11:18

Recommended Videos

IMG