70
NEWS SURAT GUJARAT 16 SEP 20 સુરતમાં ગરનાળાનું ગડર તૂટી જતાં મચી નાસભાગઃ બે ગંભીર સુરતઃ સુરત રેલવે સ્ટેશન પાસે આવેલા ગરનાળા (surat-garnalu) પર મુકવામાં આવેલો ગડરનો ભાગ તૂટી જતાં નાસભાગ મચી ગઇ હતી. ગરનાળામાંથી પસાર થતા ટેમ્પોની ટક્કર લાગતા ઘટના બની હતી. ઉપર તૂટી પડતા ભાગદોડ મચી ગઇ હતી. ફાયર વિભાગ પાસેથી મળી માહિતી અનુસાર સુરતના રેલવે સ્ટેશન પાસે આવેલા લંબે હનુમાન રોડ પાસેના ગરનાળામાંથી (surat-garnalu)એક ટેમ્પો પસાર થઈ રહ્યો હતો તે સમયે આ ઘટના બની હતી. તેની પાછળનું મુખ્ય કારણ તે હતુ કે ટેમ્પાચાલક ગરનાળાની ઊંચાઈને માપવામાં થાપ ખઈ ગયો હતો. તેના લીધે આ ઘટના સર્જાઈ હતી. જોકે ગરનાળા કરતાં ટેમ્પોની હાઈટ વધારે હતી, જેને કારણે મોટા વાહનોને રોકવા માટે ગરનાળા બહાર મુકવામાં આવેલા લોખંડના ગડર (surat-garnalu)સાથે ટેમ્પો ધડાકા સાથે અથડાયો હતો, જેમાં ટેમ્પો કચ્ચરઘાણ થયો હતો. આ ઘટનામાં ટેમ્પોના ડ્રાઈવરને ગંભીર ઇજા થતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. ઘટના સમયે ગરનાળા (surat-garnalu)નીચે બેસતા મોચીના બંને પગ પર ગડર પડતાં દબાઈ ગયા હતાં. તેમને પણ 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સાથે જ એક બાઈક ચાલકની ગાડી પણ ગડર નીચે દબાઈ ગઈ હતી. જોકે બાઈક ચાલકનો આબાદ બચાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ગડરને (surat-garnalu) હટાવવાની કામગીરી શરૂ કરી હતી. મહત્વનું છે કે અગાઉ પણ આ ગડર તૂટી પડ્યો હતો. આ અગાઉ પણ સત્તાવાળાઓને વિનંતી કરવામાં આવી છે કે ગરનાળામાં ઊંચાઈ વધારવામાં આવે અથવા તો બહાર સાવધાનીનું બોર્ડ મૂકવામાં આવે, પરંતુ તેઓએ આ અંગે હજી સુધી કોઈ પગલાં લીધા નથી.
2020-09-17 01:54:14