Severity: Warning
Message: file_get_contents(): SSL operation failed with code 1. OpenSSL Error messages: error:0A000126:SSL routines::unexpected eof while reading
Filename: user/video_full_view.php
Line Number: 60
245
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLDWIDE NEWS SURAT PAL UMRA BRIDGE પાલિકા અને પોલીસ અધિકારીઓની હાજરી વચ્ચે પાલ-ઉમરા બ્રિજના એપ્રોચ માટે સોમવારે થયેલા ડિમોલીશન સંદર્ભે કમિશ્નર શ્રી એ શું કહ્યું જુવો સુરતઃ પાલ-ઉમરા તાપી બ્રિજનું પ્રકરણ આટલું લાંબુ કેમ અને કોના કારણે ચાલ્યુ? -- છ વર્ષ પહેલાં બ્રિજનું પ્લાનિંગ કરી દીધું હતું અને ત્રણ વર્ષથી 92 ટકા બ્રિજ તૈયાર થઈને પડ્યો હતો પણ ઉમરા તરફના એપ્રોચમાં આવતા મકાનો દૂર કરવા માટેનું કોકડું ઉકેલાયુ નહતું સુરતઃ પાલ-ઉમરા તાપી બ્રિજનું પ્રકરણ આટલું લાંબુ કેમ અને કોના કારણે ચાલ્યુ?ત્રણ વર્ષથી 92 ટકા તૈયાર થઈને ધૂળ ખાઈ રહેલો પાલ ઉમરા બ્રિજ -- ભાજપના શાસનમાં જ કેટલાક લોકોની હાલત અમેરિકાએ જેમ રશિયાને તોડવા માટે તાલિબાનને ઉભા કર્યા અને પછી એજ તાલિબાનો તેમના કાબુમાં ન રહ્યાં તેવી થઈ હતી સુરતઃ તાપીનદી ઉપર ઉમરા અને પાલને જોડતા બ્રિજના એપ્રોચ માટેની જગ્યા ઉપર આવતા 20 મકાનોનું પાંચ વર્ષે સોમવારે ડિમોલીશન કરાયુ હતું. ત્રણ વર્ષથી તો 92 ટકા બ્રિજ તૈયાર થઈને પડ્યો હતો, તેમછતાં ઉમરા તરફના એપ્રોચમાં આવતા મકાનો દૂર કરીને જગ્યાનો કબજો મેળવી શકાયો નહતો. પાલિકાએ સમજાવટ પતાવટ કરીને વિવાદ ઉકેલવાના પણ સંખ્યાબંધ પ્રયાસો કર્યા હતા. મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો. કોર્ટની મધ્યસ્થીમાં અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટેની ફોર્મ્યુલા પણ નક્કી થઈ હતી. છતાં મિલકતદારોમાંથી 12 મિલકતદારો જગ્યા છોડવા માટે તૈયાર થયા નહતાં. છેવટે, કોર્ટે આપેલી સમયમર્યાદા પૂરી થતા પાલિકાએ સોમવારે લાઈનદોરીનો અમલ કરીને ઓપરેશન ડિમોલીશન હાથ ધરી દીધું હતું. સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો હતો પરંતુ પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને ઓપરેશન પાર પાડ્યુ હતું. પાલિકાના ઇતિહાસમાં બ્રિજના એપ્રોચ માટેની જમીન મેળવવા માટે સૌથી લાંબુ પ્રકરણ રહ્યું હોય તેવું માની શકાય તેમ છે. પાંચ વર્ષ અગાઉ જમીન સંપાદન કરી નહતી. સંપાદનની પ્રક્રિયા લાંબી હોવાથી પાલિકાએ સમાધાનથી જમીન મેળવવાનું વિચારી બ્રિજનું નિર્માણ શરૂ કરી દીધું હતું. આની પાછળ પાલિકામાં સત્તાપક્ષમાં જ રહેલા એક જૂથનું માનવું એવું હતું કે, રહીશોને ઉશ્કેરીને આ મામલાને થોડો ગરમ કરવો. જમીન મેળવવામાં પાલિકાને તકલીફ પડી રહી છે. એટલે, વળતરમાં ઘણી મોટી રકમ આપવી પડશે. તેવું ઠસાવીને પાલિકાની તિજોરીમાંથી મોટો ખર્ચો કરાવીને તેમાંથી કંઇક પામી શકાશે. સાથોસાથ જે જૂથ શહેર ભાજપમાં સત્તા સંભાળી રહ્યું છે, તેને પણ તેમની મર્યાદા અને આ અસરગ્રસ્તોની પાછળ રહેલા આગેવાનોનું મહત્વ ખબર પડશે. જે થાળીમાં લાડુ હોય તે થાળીમાં જમવા બેસવાની ફાવટ ધરાવતા રહેતા ધારાસભ્ય, હમણાં ભાજપમાં ભૂલાય ગયેલા એક પૂર્વ પ્રથમ નાગરિક સાથે કેટલાંક બીજા ભાજપી આગેવાનો જે જમીનના ધંધા સાથે પણ સંકળાયેલા છે, તેમના નામ આ પ્રકરણ સાથે સમયાંતરે જોડાતા રહ્યા હતા. ડિમોલીશન કરીને સોમવારે સાંજે આ રીતે ખુલ્લી થયેલી જમીન ઉપર પાલિકાએ કબજો મેળવ્યાના બોર્ડ પણ લગાવી દીધા હતા શરૂઆતમાં બે વર્ષ તો વાત ચાલતી રહી હતી પછી ધીમેધીમે અસરગ્રસ્તોને લાગવા માંડ્યુ કે, પાલિકાને તો આસાનીથી નમાવી શકાય તેમ છે. એટલે તેમણે સ્વતંત્ર મિજાજ અપનાવવા માંડ્યો હતો. મામલો કોર્ટમાં લઈ ગયા. સત્તાપક્ષનું પેલું પડદા પાછળ રહેલું જૂથ અને આગેવાનોના હાથમાં પણ બાજી રહી નહતી. એતતરફ રાજકીય મહત્વ સાબિત કરીને બીજીતરફ લાભનો લાડુ પણ મેળવવાની મુરાદ ઉપર ઠંડુ પાણી રેડાય જાય તેવી સ્થિતિ સર્જાય હતી. કેમકે, જે અસરગ્રસ્ત મિલકતદારોને ઉશ્કેર્યા હતાં, તે હવે બેલગામ થઈ ગયા હતાં. આ નેતાઓ અને જૂથના કહ્યામાં પણ રહ્યા નહતાં. એટલે, સમજાવટ પતાવટના રસ્તાઓ ધીમે ધીમે બંધ થઈ ગયા હતા. છેવટે, કાયદાના જોરે જ જમીન મેળવવા માટેની પાલિકાને ફરજ પડવા માંડી હતી. બીજીતરફ પાલિકાએ અસરગ્રસ્તોની વૈકલ્પિક જગ્યા માટેની જેટલી માગણી હતી, તે મોટાભાગની સ્વીકારીને કોર્ટને બાંયધરી આપી હતી. કેટલાંક અસરગ્રસ્તોએ સમાધાન માટે તૈયાર થયા હતાં. જોકે, અડધા ઉપરાંત સ્થાનિકોએ વિરોધ કરતાં કોકડું ગૂંચવાયું હતું. ત્રણ વર્ષ સુધી કોર્ટ કચેરીમાં કેસ ચાલ્યો હતો. આ સુરત પાલિકાનો સૌથી લાંબો કેસ ચાલ્યો તેમ કહી શકાય તેમ છે. બ્રિજની કિંમતમાં પણ તેના કારણે વધારો થઈ ગયો છે. પાલ-ઉમરા બ્રિજ વિવાદ મામલે 12 મિલ્કતદારોએ કબ્જો નહીં આપતા પાલિકાએ કાયદાનું શસ્ત્ર ઉગામ્યુ હતું. અસરગ્રસ્તોએ હાઈકોર્ટમાં 29 નવેમ્બર સુધી કબ્જો સોંપવા તૈયારી દર્શાવી હતી. જોકે કબ્જો ન સોંપતા હવે પોલીસની મદદથી કબ્જો મેળવાયો હતો. સોમવારે ઉઘડતા દિવસે જ પાલિકાએ ઓપરેશન શરૂ કરતાં અસરગ્રસ્ત ઘરોની મહિલાઓએ કલ્પાંત કર્યું હતું. મહિલાઓ ઘર તૂટતા રડી પડી હતી. આ મકાન સરકારી જમીન પર નહિ અમારા પૂર્વજોની જગ્યા પર બાંધ્યું હતું. અમને વળતર પણ નથી મળ્યું. તેવો આક્ષેપ કરતા રહ્યાં હતાં. ઘર્ષણ થાય તેવી શક્યતા પહેલાથી જ હતી એટલે મોટી સંખ્યામાં મહિલા પોલીસ અને અધિકારીઓ તૈનાત કરાયાં હતાં. ડિમોલીશનનો વિરોધ કરી રહેલા 6-7 જણાની અટકાયત પણ કરવામાં આવી હતી. ...
2020-11-30 02:18:36