A PHP Error was encountered

Severity: Warning

Message: file_get_contents(): SSL operation failed with code 1. OpenSSL Error messages: error:0A000126:SSL routines::unexpected eof while reading

Filename: user/video_full_view.php

Line Number: 60

EXOTIC NEWS SURAT CIVIL HOSPITAL emergency live fire training 6 December 20

Total Views :

14

EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLDWIDE NEWS SURAT CIVIL HOSPITAL નવી સિવિલના સ્ટાફ અને દાખલ દર્દીઓઓના સંબંધીઓને ‘ઈમરજન્સી ફાયર લાઈવ ટ્રેનિંગ’ અપાઈ ----------------- સુપરવાઈઝર, સિક્યોરિટી ગાર્ડ, નર્સિંગ બહેનો, તબીબો સહિત ૧૨૦થી વધુ કર્મચારીઓને તાલીમબદ્ધ કરાયા ---------------- સુરત:રવિવાર: સિવિલ હોસ્પિટલ ખાતે આગ જેવી સંભવિત દુર્ઘટનાનો સામનો કરવાં તમામ સ્ટાફને ‘ઈમરજન્સી ફાયર લાઈવ ટ્રેનિંગ’ આપવામાં આવી હતી. ખાસ કરીને સિવિલમાં દાખલ દર્દીઓના સગાસંબંધીઓને પણ તાલીમમાં સામેલ કરાયા હતા. નવી સિવિલ આરોગ્ય તંત્રની પ્રેરણાથી નવી સિવિલના ચીફ સિક્યુરિટી ઓફિસરશ્રી હરેન ગાંધી દ્વારા નર્સિંગ બહેનો, તબીબો, સફાઈ કર્મચારીઓ, સુરક્ષા ગાર્ડ, સુપરવાઈઝર અને સિક્યુરિટી ઓફિસર સહિત હોસ્પિટલના વિવિધ વિભાગોમાં દાખલ દર્દીઓના સંબંધીઓ સહિત સિવિલના ૧૨૦થી વધુ કર્મચારીઓને અગ્નિશામક સાધનોના ઉપયોગ અને ઈમરજન્સીમાં સાવચેતી અગે નિદર્શન કરી તાલીમબદ્ધ કરાયા હતાં. આગ કે અન્ય આકસ્મિક ઘટના બને ત્યારે જાનમાલના નુકસાન નિવારવા તેમજ હ્યુમન લાઇફ બચાવવા અંગેની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી. જેમાં અગમચેતીના પગલાંરૂપે બચાવની પાયાની પદ્ધતિઓ અંગે પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું, જેથી આગની ઘટના બને તો વ્યવહારિક અમલ થઈ શકે. શ્રી હરેન ગાંધીએ જણાવ્યું હતું કે, સુરતની નવી સિવિલમાં આગ જેવી ઈમરજન્સીમાં વર્ષ દરમિયાન અવારનવાર નિયમિતપણે તકેદારીના ભાગરૂપે સિવિલ તંત્રવાહકોને બચાવ અને સુરક્ષા માટેની બેઝિક તાલીમ તાલીમ આપવામાં આવે છે. આ અગાઉ સિવિલ હોસ્પિટલમાં ૧૩૭૦થી વધુ કર્મચારીઓને ફાયરની ટ્રેનિંગ અપાઈ ચૂકી છે. આજની આ ટ્રેનિંગમાં આગના પ્રકાર તેમજ આગ લાગે ત્યારે આગ વિશે, ફાયરવિભાગ, સુરક્ષાકર્મીઓને જાણ કરવી, ફાયર પમ્પ અને વોટર હાઈડ્રન્ટ, હોર્સરિલને કેવી રીતે ઉપયોગ કરવો તેની તાલીમ આપવામાં આવી છે. સાથે ‘ફાયર અસેમ્બલી એરિયા’માં એકત્ર થઈ હોસ્પિટલમાં અલગ અલગ ફાયર ઈમરજન્સી એક્ઝિટની પણ માહિતી પૂરી પાડવામાં આવી. સિવિલનો સમગ્ર સ્ટાફગણ ઉત્સાહપૂર્વક ભાગ લઈને આગનો સામનો કરવાની વિવિધ પદ્ધતિઓ, સાધનો અને બચાવકાર્ય વિષે માહિતગાર થયો હતો. આ પ્રકારની તાલીમ ભવિષ્યમાં કામના સ્થળે તેમજ ઘરે પણ ઈમરજન્સીની સ્થિતિમાં ખુબ ઉપયોગી બની રહેવાનો મત વ્યકત કર્યો હતો. -૦૦

Publish Date :

2020-12-06 12:49:38

Recommended Videos

IMG