16
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLDWIDE NEWS SURAT GUJARAT 8 January 21 ◆ મજુરા વિધાનસભાના યુવાન ધારાસભ્યશ્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસની "સેવા દિવસ" તરીકે ઉજવણી કરાઈ ◆ સિવિલ હોસ્પિટલમાં ચિલ્ડ્રન કિટ વિતરણ સહિત જુદા જુદા વિસ્તારમાં મેડિકલ કેમ્પ, બ્લડ કેમ્પ, હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ, નાના બાળકોને રમકડાં, કેક સહિત વિવિધ સેવાકીય કાર્યો સાથે જન્મદિવસની ઉજવણી કરાઈ ◆ પાંજરાપોળમાં ગૌમાતાને ગૌગ્રાસ ખવડાવી ગૌમાતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ◆ લોકસેવા મારો ધર્મ છે અને લોકસેવા સાથે જન્મદિવસની ઉજવણી કરી તેને હું યાદગાર બનાવું છું : ધારાસભ્યશ્રી હર્ષભાઈ સંઘવી મજુરા વિધાનસભાના યુવાન અને લોકપ્રિય ધારાસભ્યશ્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસની "સેવા દિવસ" તરીકે ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ ધારાસભ્યશ્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસની વિવિધ સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી હતી. આપત્તિ સમયે હરહંમેશ પ્રજાની વચ્ચે, પ્રજાની સાથે ખડે પગે ઉભા રહેતાં અને હાલમાં જ કોવિડ સમયે દિવસરાત જોયાં વગર શહેરીજનોની અદ્ભૂત સેવા કરી જનમાનસમાં અનોખી છાપ ઉભી કરનાર પોતાનાં આદરણીય ધારાસભ્યશ્રીના જન્મદિવસની ઉજવણી કરવાં માટે શહેરીજનોમાં અનેરો થનગનાટ હોય તે સ્વભાવિક છે પરંતુ ધારાસભ્યશ્રી હર્ષભાઈ સંઘવીએ જન્મદિવસની ઉજવણી ધૂમધામથી નહીં પરંતુ સેવાકીય કાર્યક્રમ સાથે કરવા માટે પોતાનાં શુભેચ્છકો, કાર્યકર્તાઓ, સામાજીક આગેવાનોને સમજાવ્યાં હતા. જેનાં પગલે આજે મજુરા વિધાનસભામાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતાં. મજુરાગેટ સ્થિત સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં પ્રસૂતા બહેનોને ચિલ્ડ્રન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કિટમાં પૌષ્ટિક આહાર, શિયાળુ પાક, નેપકીન, ટુવાલ સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓ મુકવામાં આવી હતી. પ્રસૂતા ધાત્રી માતાઓને પૌષ્ટિક આહાર કિટ સાથે સિવિલ હોસ્પિટલને લેબોરેટરીના સાધનોની ભેટ પણ આપી હતી. આ ઉપરાંત મિલ્ક બેન્કમાં પોતાનું મિલ્ક દાન કરતી બહેનોને સાડી તેમજ બાલ કીટ આપી હતી. આ ઉપરાંત ઘોડદોડ રોડ સ્થિત પાંજરાપોળમાં ગૌમાતાને ગૌગ્રાસ ખવડાવી ગૌમાતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મજુરા વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 23 અને 29 બમરોલી ખાતે ગંગા સ્વરૂપ ગરીબ બહેનોને તથા લોક ડાઉનમાં સેવા કરનાર સફાઈ કામદાર બહેનોને સાડી વિતરણ તથા ચશ્માંનું વિતરણ કર્યું હતું તેમજ વોર્ડમા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરાગામ ખાતે ફ્રૂટ વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાપડિયા હેલ્થ કલબની પાછળ આવેલ આંગણવાડીમાં ગરીબ બાળકોને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. અલથાણ ews આવાસમાં ગાદલાં અને બ્લેન્કેટ તથા હળપતિ વાસના બાળકોને કેક, રમકડાં, ચોકલેટ આપવામાં આવી હતી તેમજ બાળકોને ચકડોળ તેમજ જમ્પિંગમાં મજા કરાવવામાં આવી હતી. આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતાં ધારાસભ્યશ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યુંકે, લોકસેવા મારો ધર્મ છે અને સેવા થકી જન્મ દિવસની ઉજવણી કરી હું મારાં જન્મદિવસને યાદગાર બનાવું છું. આજના કાર્યક્રમમાં મજુરા વિધાનસભા વોર્ડના કોર્પોરેટરો, અગ્રણી કાર્યકર્તાઓ, નવી હોસ્પિટલના આર એમ ઓ ર્ડો. કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાળા, રેસિડેન્ટ ડૉક્ટર, નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ સૌ કોઈ ધારાસભ્યશ્રી હર્ષભાઈ સંઘવીનો જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
2021-01-10 07:14:40