22
નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હાલમાં કોરોનાની મહામારીમાં અનેક બાળકોને વાલીઓ ફીને લઈ ખાનગી શાળાઓમાં મોકલી રહ્યા નથી ત્યારે સરકારી શાળાના શિક્ષકો દ્વારા વિસ્તારોમાં ફરી વિદ્યાર્થીઓના પ્રવેશ અંગે જનજાગૃત્તિ અભિયાન શરૂ કરાયું છે. કોરોનાની મહામારી વચ્ચે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ ગઈ છે જો કે કોરોનાને લઈ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી ન ભરાઈ હોય જેને લઈ વાલીઓ દ્વારા હાલ બાળકોને શાળાએ મોકલાઈ રહ્યા નથી. તો બીજી તરફ ઘર નજીક જ નગર પ્રાથમિક શાળાઓ આવેલી હોય અને તે પણ ગુજરાતી, મરાઠી સહિતની શાળાઓમાં બાળકોને અભ્યાસ માટે મોકલવામાં આવે તે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા શાળા પ્રવેશ અંગે અનોખો જાગૃત્તા કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં પાંડેસરા વિસ્તારમાં ગલીએ ગલીએ જઈ શિક્ષકોએ માઈક પરથી ગુજરાતી અને મરાઠીમાં પ્રચાર કરી બાળકોના પ્રવેશ અંગે જાગૃત્તા ફેલાવી હતી. હાલ કોરોનામાં વાલીઓની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ છે ત્યારે ખાનગી શાળાઓ કરતા સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળે અને તેઓનું શૈક્ષણિક કાર્ય પણ યથાવત રહે તેવા હેતુ સાથે શિક્ષકોએ જનજાગૃત્તા અભિયાન શરૂ કર્યું છે. #EXOTICWEBMEDIADIGITALCHANNELWORLDWIDE #NEWSSURAT #gov.schools
2021-06-20 12:28:44