321
સુરતઃહીરા ઉદ્યોગ હાલ ભારે મંદીનો સામનો કરી રહ્યો છે.કતારગામ વિસ્તારમાં આવેલી ગોધાણી ઈમ્પેક્સ નામના હીરાના કારખાનામાંથી ફરી આજે 200 જેટલા કર્મચારીઓને છૂટા કરી દેવાયા હતાં. જેથી રત્નકલાકારો રત્નકલાકાર સંઘની ઓફિસ ન્યાય મેળવવા માટે પહોંચી ગયાં હતાં. જાણ કર્યા વગર તાત્કાલિક છૂટા કરાયા છૂટા કરાયેલા ભદ્રેશ મંદિરવાલએ જણાવ્યું હતું કે, અમે આજે સવારે કારખાને રોજની જેમ ગયા ત્યારે શેઠે અચાનક જ કારખાનું બંધ કરીદેવાનું હોવાથી કારીગરોને રજા આપી દીધી હતું. હું પંદર વર્ષથી આ કંપનીમાં કાચા વિભાગમાં કામ કરતો હતો ઓચિંતી ના પાડી દેતા અમારા માટે ગંભીર પ્રશ્ન સર્જાયો છે. અમને બીજે કામ પર લગાવી દેવાનું કહ્યું હતું જો કે અમે જાણીએ છીએ કે આ સમયમાં કોઈને ત્યાં જગ્યા નથી. બધા પોતાના કારીગરોને સાચવવા મથે છે. અમને મહિના અગાઉ કહ્યું હોત અથવા દિવાળી સુધી કંપની ચાલુ રાખી હોત તો અમારે હેરાન ન થવું પડ્યું હોત. અમારી માંગ છે કે અમને વળતર ચુકવવામાં આવે. વાટાઘાટો ચાલી રહી છે રત્નકલાકાર વિકાસ સંઘના જયસુખ ગજેરાએ જણાવ્યું હતું કે, કંપનીમાં હતા એમાંથી મોટાભાગના કારીગરોને છૂટા કરી દેવામાં આવ્યાં છે. અમે લડત ચલાવી રહ્યાં છીએ. વાટાઘાટો દ્વારા ઉકેલ નહીં આવે તો પછી કાયદેસરના પગલાં લેવામાં આવશે.
2019-09-03 02:53:42