NEWS UPDATE UKAI N SURAT TAPI

Total Views :

43

EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE NEWS SURAT પાણીની આવક થઈ રહી છે જેથી આવકની સામે 1.35 લાખ ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે. ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાવાના કારણે તાપી નદી બે કાંઠે વહી રહી છે. સુરતનો કોઝવે છેલ્લા 3 મહિનાથી બંધ ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ હથનુર ડેમ અને તેના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ પડતો હોય હથનુર ડેમમાંથી છોડવામાં આવતા પાણીની આવક ઉકાઈ ડેમમાં થઇ રહી છે. હાલ ઉકાઇ ડેમની સપાટી 345.02 ફુટ નોંધાઈ છે. જ્યારે ઈનફ્લો 1.50 લાખ ક્યુસેક અને આઉટફ્લો 1.35 લાખ ક્યુસેક છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા હેઠવાસમાં આવેલા બારડોલી હરિુપરા કોઝવે 17મી વાર પાણીમાં ગરક થયો છે. જેથી 10 જેટલા ગામોને તેની અસર પહોંચી છે. જ્યારે સુરતનો કતારગામ અને રાંદેરને જોડતો કોઝવે છેલ્લા ત્રણ મહિનાથી બંધ છે. 2006ના પુરના અનુભવને ધ્યાને રાખીને આ વખતે ડેમમાંથી સતત પાણી છોડાતું જ રહ્યું છે. 14 દરવાજા ખોલી 1.35 લાખ ક્યુસેક પાણી છોડાયું હાલ ઉકાઈ ડેમના 14 દરવાજા ખોલી 1.35 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેમાં 3 ગેટ 4 ફૂટ, 4 ગેટ 3.5 ફૂટ, 6 ગેટ 5 ફૂટ અને 1 ગેટ 5.5 ફૂટ ખોલવામાં આવ્યો છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહી રહી છે

Publish Date :

2019-11-04 12:02:41

Recommended Videos

IMG