18
પત્રકાર એકતા સંગઠન સુરત દ્વારા સુરત શહેર ના ભાગલ ચાર રસ્તા ઉપર Candle march ... પ્રિયંકા રેડ્ડી ....ભારતમાં ની દિકરી હેવાનીયત નો શિકાર બની અને અધમ રાક્ષસો એ તેને જીવતી સળગાવી.....શું વાંક આ ડોક્ટર દિકરી નો ? હૈદરાબાદ-બેંગલુર હાઈવે ઉપરની આ ઘટના અત્યંત આઘાતજનક....દુ:ખદ ઘટના...30 Nov 19 સુરત ખાતે “પત્રકાર એકતા સંગઠન ગુજરાત” દ્વારા કેંડલ માર્ચ યોજી બળાત્કારનો ભોગ બનેલ ર્ડા. પ્રિયંકા રેડ્ડી ને શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ॥ સુરત : શહેરના ભાગળ ચાર રસ્તા પાસે પત્રકાર એકતા સંગઠન ગુજરાત દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યુ હતું . જેમાં સુરત ના પત્રકારો મિત્રો , સમાજના આગેવાનો તથા ટી આર બી ના જવાનો પણ જોડાયા હતા. મળતી માહિતી મુજબ હૈદરાબાદ માં ર્ડા.પ્રિયંકા રેડ્ડી ઉપર મોકાનો ફાયદો ઉઠાવી અમુક નરાધમો દ્વારા નરપિસાચી અને રાક્ષશને પણ શરમાવે એવું ઘીન કૃત્ય કરી જીવતી સરગાવી દેવામાં આવી હતી તથા ગુજરાતમાં 72 કલાક માં 4 બળાત્કાર ના ગુના નોધાયા હતા એવામા સમાજના અાવુ કૃત્ય કરતા ગુનેગારોને સરકાર દ્વારા સખતમાં સખત સજા ફરમાવે એવી પત્રકાર એકતા સંગઠન દ્વારા માંગણી કરવામાં આવી હતી. પત્રકાર એકતા સંગઠન ગુજરાત સુરતના જિલ્લા પ્રમુખ સચિન પટેલ ની આગેવાની દ્વારા યોજવામાં આવેલ સમાજલક્ષી કાર્યકમમાં પત્રકાર એકતા સંગઠનના ઉપપ્રમુખ તલહા ચાંદીવાલા, મંત્રી કમલ કડેલ , ઉમેશ ઝડફિયા, સૈયદ હબીબ, સંગઠનના ગુજરાત પ્રદેશ મહિલા મંત્રી રીટાબેન હાજર રહ્યા હતા. રીટાબેને જણાવ્યુ હતું હાલમાં મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે આવા અસામાજિક તત્વોને કારણે મહિલાઓ ઘરની બહાર નીકળતા પણ ડર અનુભવી રહી છે ત્યારે સરકાર દ્રારા આવા નરાધમોને સખત માં સખત સજા આપવામાં આવે એવો મહિલા તરીકે સરકાર સામે આક્રોશ વ્યક્ર્ત કર્યો હતો .. પત્રકાર એક્તા સંગઠનના જિલ્લા પ્રમુખ સચિન પટેલે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે સરકાર દ્વારા બેટી બચાવો બેટી પધાવો નું સ્લોગન તદ્દન નિષ્ક્રિય થઈ ચૂક્યું છે . સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે આવા નરાધમોને ફાંંસી ઉપર લટકાવી દઈ સમાજમા અને દેશમા અાવુ કૃત્ય કરતા નરાધમોમા એક દાખલો બેસે એવો કાયદો લાવવા સરકાર પાસે માંગણી કરી હતી...
2019-12-03 09:52:55