28
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE NEWS SURAT 14 Dec 19 ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે સુરત આવ્યા હતા. સુરતના સીટીલાઈટ સાયન્સ સેન્ટર ખાતે આયોજિત “ક્રાફટરૂટ્સ એકઝીબિશન” નુ તેમણે ઉદઘાટન કર્યું હતુ. હસ્તકલાકારો ને દીકરા દીકરીઓ ને ઘરમાં સારા સંસ્કાર અને બાળ વિવાહ ન કરવાની સલાહ આપી હતી. સુરતની મુલાકાતે આવેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલે ક્રાફટરૂટ્સ એકઝીબિશન” નુ ઉદ્ઘાટન કર્યા બાદ જણાવ્યુ હતુ કે સુરતમાંથી કઈ ને કઈ શીખવાની જરૂર છે.સુરતના લોકોની મહેમાનગતિ ખૂબ સરસ હોય છે એમનો લોકો માટેનો પ્રેમ ગજબ હોય છે. બીજાને મદદ કરવાની ભાવના અનોખી હોય છે. હસ્તકળા કરનાર આર્ટિસ્ટ ને સુરતના લોકોના ઘરે ઘરે જઈ એમને મળવાની સલાહ આપી હતી સાથે સ્વચ્છતા જાળવવાની સલાહ આપી .અલગ અલગ ડિજાઇન અને વેલ્યુ એડિસન કરવાની સલાહ આપ્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે દીકરી દીકરા ને સારું શિક્ષણ આપો, એમની વચ્ચે ભેદ નહિ રાખો, બાળકોને સારા સંસ્કાર ઘરમાંથી જ આપો. તમારી બનાવેલી વસ્તુની એક અલગ ઓળખ બનાવો જેના કારણે તમારા સામાનના વેચાણ માં વધારો થાય.... અને સારી રોજગારી મળી રહે.
2019-12-14 03:17:39