15
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE NEWS SURAT સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર તથા મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દિલ્હી આયોજીત હોસલા ૨૦૧૯ માં જુદીજુદી સ્પર્ધા જેવી કે ફુટબોલ, લાંબીકૂદ, ચેશ, ડીબેટ વિગેરે માટે સંસ્થા ના ૧૬ દિકરા અને ૩ દિકરી કુલ ૧૯ બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો છે . કાળજી અને રક્ષણ ની જરૂરિયાતવાળા આ બાળકો ને પ્રોત્સાહિત કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી અનિલભાઈ ગોપલાની ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા . માનનીય શ્રી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી માનનીય કેબિનેટ મંત્રી ગણપત ભાઈ વસાવા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર અને સુરત શહેરના સાંસદ દર્શનાબેન જરદોશ અને સાંસદ સી.આર.પાટિલ શ્રી તથા મેયર શ્રી ડોક્ટર જગદીશભાઈ પટેલ અને સુરત શહેરના ધારાસભ્યશ્રીઓ નો આ તકે શ્રી મતી રૂપલ શાહે આભાર માન્યો હતો . ચાઈલ્ડ વેલ્ફેર કમિટી સુરત ના સભ્ય , શ્રી મતી રૂપલ શાહ શ્રી જેપી શાહ, શ્રી જીતુભાઈ પટેલ ડીસીપીયુ. શ્રી જયેન્દ્ર ભાઈ ઠાકોર અને વિશ્વજાગૃતિ મિશન બાળાશ્રમ વેસુ ના મહારાજશ્રી, આચાર્યશ્રી, ટ્રસ્ટીશ્રીઓ હાજર રહી સુરત વિમાન મથકે તમામ સ્પર્ધકો ને સ્પર્ધા માં વિજેતા થવા માટે શુભેચ્છા પાઠવી હતી.
2019-12-19 08:18:42