EXOTIC NEWS SURAT DISTRICT BAR ASSOCIATION. 6 Nov 19

Total Views :

30

EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLDWIDE NEWS દિલ્હીમાં વકીલો અને પોલીસ વચ્ચે થયેલાં ઘર્ષણ અને ત્યારબાદ વકીલો પર થયેલાં લાઠીચાર્જના કેસમાં આજે બુધવારના રોજ સ્થાનિક કોર્ટના વકીલો લાલ પટ્ટી ધારણ કરીને પોલીસની બર્બરતાનો વિરોધ કરશે. સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ પટેલના જણાવ્યુ અનુસાર વકીલો સવારે 11 કલાકે જિલ્લા ન્યાયાલય બિલ્ડિંગના મુખ્ય દરવાજા પાસે મોટી સંખ્યામાં હાજર રહી વિરોધ કર્યો. ઉપરાંત દિવસભર વકીલો લાલપટ્ટી ધારણ કરી. દિલ્હીની તીસહજારી કોર્ટમાં વકીલો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ગોળીબાર પણ કરાયો હતો જેમાં એક વકીલને ગોળી વાગી હતી. ઉલ્લેખનીય છે કે, કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પ્રદર્શન કરી રહેલા વકીલોને કામ પર પરત ફરવાની અપીલ કરી છે.

Publish Date :

2019-11-06 02:44:26

Recommended Videos

IMG