Severity: Warning
Message: file_get_contents(): SSL operation failed with code 1. OpenSSL Error messages: error:0A000126:SSL routines::unexpected eof while reading
Filename: user/video_full_view.php
Line Number: 60
166
સૂરત આગ દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ મુખ્યમંત્રીશ્રીને સુપ્રત ▪ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક ▪રાજ્ય સરકાર કોઇ જ કસુરવારોને છોડશે નહી- કડક હાથે કામ લેવાશે:-મુખ્યમંત્રીશ્રી ▪સેઇફ ગુજરાત મોડેલ પ્રસ્થાપિત કરવાની નેમ દર્શાવતા શ્રી વિજયભાઇ રૂપાણી ¤ મુખ્યમંત્રીશ્રીનો સ્પષ્ટ દિશાનિર્દેશ ¤ માનવ જીવ અમૂલ્ય છે- ભવિષ્યમાં સૂરતની આગ જેવી આવી ઘટનાઓમાં નિર્દોષ લોકોના જીવ ન જાય તે માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો સાથે મળીને ચોક્કસ કાર્યનીતિ –કાયદો બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધશે રાજ્યભરમાં નગરો-મહાનગરોમાં શૈક્ષણિક સંસ્થાઓ - હોસ્પિટલ – હોટલ – મોલ – સિનેમાગૃહો જેવા સ્થળોએ ચૂસ્ત ફાયર સેફટી અમલ અને ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા સઘન ઝૂંબેશ ઉપાડી છે નિયમીત ઇન્સ્પેકશન – એર્ન્ફોસમેન્ટ ક્રિમીનલ લાયાબિલીટી ફિકસ કરવા સુધીના પગલાં રાજ્ય સરકાર લેવા પ્રતિબધ્ધ આગ જેવી ઘટનાઓમાં માનવ જીંદગી હોમાઇ ન જાય તે માટે કોઇ જ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહી સેઇફ ગુજરાત અમારૂં લક્ષ છે ******** મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે સૂરતમાં ટયુશન કલાસમાં લાગેલી આગ દુર્ઘટના જેવી ઘટનાઓ ફરી ન સર્જાય તે માટે રાજય સરકાર સંપૂર્ણ સજાગ છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં કસુરવારો સામે કડક હાથે કામ લેવા પ્રતિબધ્ધ છે અને કોઇ જ પ્રકારની બેદરકારી સાંખી લેવાશે નહિ જ. મુખ્યમંત્રીશ્રી સમક્ષ શહેરી વિકાસના અગ્ર સચિવ શ્રી મૂકેશ પૂરીએ સૂરત ટયૂશન કલાસ આગ દુર્ઘટનાનો પ્રાથમિક તપાસનો અહેવાલ સોંપ્યા બાદ તેમણે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે સેઇફ-ગુજરાત મોડેલ પ્રસ્થાપિત કરવાની આપણી નેમ છે. લોકોના જીવ અમૂલ્ય છે અને આવી આગજની જેવી ઘટનાઓના કારણો સુધી જઇ તેને ભવિષ્યમાં થતી જ રોકવા જનજાગૃતિ માટે શહેરી વિકાસ વિભાગ, ફાયરબ્રિગેડ, ટાઉન પ્લાનીંગ અને કાયદા તેમજ ઊર્જા વિભાગના લોકો સાથે મળીને ચોક્કસ કાર્યનીતિ – કાયદો બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધશે. શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સંદર્ભમાં કાયદામાં સુધારા-વધારા, નિયમીત ઇન્સ્પેકશન, એન્ફોર્સમેન્ટ તથા કસુરવારોની ક્રિમીનલ લાયાબિલીટી ફિકસ કરવા સુધીની કાર્યવાહી માટે પણ બેઠકમાં સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ સરકાર આવી ગંભીર દુર્ઘટનાઓ બાબતે કોઇ જ કોમ્પ્રોમાઇઝ કરવાની નથી અને કસુરવારો સામે સખત પગલાં ભરશે. સેફટી-લોકોના જાનની રક્ષાને પ્રાયોરિટી આપીને સમગ્ર રાજ્યમાં બધા જ નગરો-મહાનગરોમાં ફાયર સેફટી અંગેનું ચુસ્ત પાલન રાજ્ય સરકાર કરાવશે જ એમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, મોટા શહેરો-નગરોમાં જ્યાં માસ ગેધરીંગ થતાં હોય તેવા કામકાજના સ્થળો એટલે કે શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, હોટલ્સ, મોલ, સિનેમાગૃહો વગેરેમાં ફાયર સેફટીની સજ્જતા સાધનોનું નિયમીત ચેકિંગ કરાશે. આવી વ્યવસ્થાઓ ન હોય ત્યાં નોટિસ આપી તેને બંધ કરવા સુધીની કાર્યવાહી પણ સરકાર કરશે. તેમણે હાઇરાઇઝડ બિલ્ડીંગ-આવાસો સહિતની જગ્યાએ ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ પ્રાપ્ત મેનપાવર ર૪ કલાક ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થાઓ વિકસાવવા, લિફટમેન, સિકયુરિટી ગાર્ડસને વર્ષે એકવાર ફાયર સેફટી તાલીમ, તેમજ નિયમીત આવી સિસ્ટમના સંબંધિત મહાનગરપાલિકા- નગરપાલિકા તંત્ર દ્વારા ચેકિંગ માટે પણ સૂઝાવ વ્યકત કર્યો હતો. તેમણે ઉમેર્યુ કે, સૂરતની આગ દુર્ઘટનાને ગંભીરતાથી લઇને રાજ્ય સરકારે છેલ્લા ૩ દિવસથી સમગ્ર રાજ્યમાં સઘન ચેકિંગ ઝૂંબેશ ઉપાડી છે અને ફાયર સેફટી સહિતની આપદા પ્રબંધન વ્યવસ્થાનો ચુસ્ત અમલ થાય તે સુનિશ્ચિત કરાઇ રહ્યું છે. આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ, શહેરી વિકાસ અગ્ર સચિવ શ્રી મૂકેશ પૂરી તેમજ ફાયર સેફટી તજજ્ઞ પી. પી. વ્યાસ, અમદાવાદ – વડોદરાના ચીફ ફાયર ઓફિસરો, મ્યુનિસિપાલિટીઝ કમિશનર શ્રી મહેન્દ્ર પટેલ સહિત ટાઉન પ્લાનીંગ, શહેરી વિકાસના અધિકારીઓ જોડાયા હતા. *******
2019-05-27 01:36:08