90
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE NEWS SURAT સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામ મંદીર મામલે ચુકાદાને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટ દ્વારા મીડિયાને માહિતી આપતાં જણાવવામાં આવ્યું હતું કે, હોમગાર્ડથી લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી કોઈ અનિચ્છનિય બનાવ ન બને.. સોશિયલ મીડિયા પર નજર સુરત શહેરમાં કોઈ અઈચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે. સુરતના સંવેદનશીલ એવા ઉધના, લિંબાયત, ઉન, સચીન, રાંદેર, નાનપુરા, સલાબતપુરા, ઝાંપાબજાર, ભાઠેના, સગરામપુરા, કાદરશાની નાળ જેવા વિસ્તારોમાં સ્થાનિક પોલીસ તૈનાત રહેશે. સાથે પોલીસે પોતપોતાના વિસ્તારોમાં શાંતિ સમિતિની બેઠકો પણ શુક્રવારના રોજ બોલાવી હતી. અને શહેરમાં શાંતિ બની રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. ચૂકાદાને પગલે સુરત પોલીસ વ્હોટ્સએપ, ફેસબુક જેવા સોશ્યલ મિડીયા પર પણ પોલીસની બાજ નજર રહેશે ... એસઆરપીની પાંચ ટુકડીયો તૈનાત 2 અડી.સી.પી 6 ડી.સી.પી 12 એ.સી.પી 42 પી.આઈ 155 પી.એસ.આઈ સાથે અને એસઆરપીની 5 ટુકડીયો પોલીસની 4 ક્વીક રિસ્પોન્સ ટિમ અને સાથે મોટી સંખ્યામાં હોમ ગાર્ડ ના જવાનો અને સવેંદનશીલ વિસ્તારમાં એક-એક કયું.આર.ટી ની ટીમ સ્ટેન્ડ ટુ પર રહેશે..
2019-11-09 11:13:39