57
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE *લાઈફ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટ અને જાગૃત યુવા સંગઠન*જરૂરિયાત મંદ લોકો માટે ખાદ્ય સામગ્રી ની કરિયાણા કીટ બનાવાનું સરકારશ્રી દ્વારા જ્યારથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું .. તારીખ:-24/03/2020 થી જરૂરિયાત મંદ પરિવારો ગામડે હિજરત કરવા માટે મજબુર ના થાય એવા હેતુ થી સુરત માંજરૂરિયાત મંદ લોકો માટે ખાદ્ય સામગ્રી ની કરિયાણા કીટ બનાવાનું સૌ પ્રથમ *લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ અને જાગૃત યુવા સંગઠન દ્વાર* સેવા નું ભગીરથ કર્યા હાથ ધરવામાં આવ્યું હતું.આ બન્ને સંસ્થાઓ દ્વારા રોજે સુરત શહેરના અલગ અલગ વિસ્તારો માં 150 જેટલી કીટો નું વિતરણ કરવામાં આવે છે. અને તારીખ 24/03/2020 થી તારીખ 10/04/2020 સુધીમાં *અંકિત બુટાણી અને સેમ ગજેરા* દ્વારા વરાછા ના સરથાણા વિસ્તાર ના શાંતિવન સોસાયટી વિભાગ :-1 ની વાડી માં અંદાજે 1000 જેટલી કીટ બનાવિને વિતરણ કરવામાં આવી છે અને *લાઈફ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ઈટાલિયા* દ્વારા ચોક બજાર કતારગામ વિસ્તાર માં અંદાજે 2000 જેટલી કીટ બનાવિને વિતરણ કરવામાં આવી છે. એમ કુલ મળીને 3000 થી પણ વધારે કીટો નું વિતરણ થય ચૂક્યું છે. અને આ ભગીરથ કાર્ય *માનવ સેવા એજ પ્રભુ સેવા* ના ભાવથી આજના દિવસે પણ ચાલુ છે. કીટ ની અંદર 5 કિલો ઘઉં નો લોટ 5 કિલો ચોખા 2 કિલો તુવેરદાળ 3 કિલો બટેકા 1 કિલો મીઠુ તેલ હળદર મરચું ધાણા જીરું એમ કુલ મળીને 8થી 10 દિવસ ચાલે એટલું કરિયાણું જરૂરિયાતમંદ પરિવારો ને પોતાના ઘર સુધી મોકલવામાં આવી રહ્યું છે. કીટની ડિલિવરી માં *ભાવેશભાઈ કાપોપરા* પણ સારી એવી સેવા પોતાની કાર દ્વારા આપી રહ્યા છે
2020-04-11 11:31:22