8
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE NEWS *ભારતમાં સૌ પ્રથમ વખત શિક્ષણ જગતમાં અનોખી પહેલ વિદ્યાર્થીઓને આશ્વાસનની સાથે રાશનકીટ વિતરણ* ભારતમાં સૌ પ્રથમ વખત શિક્ષણ જગતની અનોખી પહેલ જેમાં ગુજરાતનાં સુરત શહેરમાં પી પી સવાણી ગ્રુપના ચેરમેન શ્રી વલ્લભભાઈ પી સવાણી દ્વારા જરૂરિયાતમંદ ગરીબ વિદ્યાર્થીઓનાં વાલી ઓને લોકડાઉન સમયમાં મૂંજવતા પ્રશ્નોનાં નિરાકરણ માટે જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ જેમકે ઘઉંનો લોટ, ચોખા, તુવેરદાળ, ખાંડ, તેલ, મગદાળ, મીઠું, મરચું, હળદર અંદાજીત 20 થી 22 કિલોની કીટ બનાવી એક પરિવારને 15 દિવસ જેટલું ચાલી શકે એટલું રાશન જરૂરીયાત મંદ મધ્યમ તેમજ ગરીબ વિદ્યાર્થીઓનાં ઘર સુધી સ્કૂલ બસ દ્વારા પહોંચાડવામાં આવ્યું છે, સુરત શહેરમાં મોટા વરાછા, વરાછા, ઉત્રાણ, કતારગામ, યોગીચોક, સરથાણા, હીરાબાગ, પર્વત પાટીયા, પુણા ગામ, એલ.એચ.રોડ, એ.કે.રોડ, અમરોલી, કોસાડ કુલ 2000થી વધુ કિટોનું વિતરણ કરવામાં આવ્યું છે; સુરત શહેર ઉપર આવતી કોઈપણ પ્રકારની આપત્તિ ના સમયે હર હંમેશ સેવાનાં કાર્યમાં તત્પર એવી સેવાભાવી સંસ્થા એટલે પી પી સવાણી ગ્રુપ દ્વારા ભૂતકાળમાં અણધારી આફતના સમયે એજ્યુકેશન અને મેડીકલ ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે ઘણી સેવાઓ થઈ ચૂકી છે ત્યારબાદ હજારો વિધવા બહેનોનાં દીકરીઓની લગ્ન ની વાત હોય કે સમાજમાં પછાત વર્ગમાં અભ્યાસ કરતા ફી નાં મુંઝવતા પ્રશ્નો હોય કે HIV પીડિત બાળકીઓનાં શિક્ષણ અને સાળ સંભાળ ની સંપૂર્ણ જવાબદારી હોય તેમજ દેશનાં સીમાડા ની રક્ષા કરતા શહીદ સૈનિકનાં પરિવારને આર્થિક મદદ તેમજ તેમના બાળકો ને ભણાવવાની વાત હોય કુદરતી આપત્તિઓ હોય કે સમાજનાં મુંઝવળતા પ્રશ્નો હોય તે માટે આ સંસ્થાનાં કર્તાહર્તા વલ્લભભાઈ સવાણી અને તેમના દીકરા મહેશભાઈ સવાણીએ એક અલગ જ વિચારોથી પોતાના જીવનમાં સેવાનાં સેતુ ને કાયમ માટે એક આદર્શ વિચાર બનાવ્યો છે ત્યારે ફરી એક વખત એમણે વરાછા વિસ્તારમાં સૌ પ્રથમ સેવાનાં કાર્ય માટે બહાર આવીને કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં જ્યારે લોકડાઉન નો નિર્ણય આપણાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં આદેશ થી આપવામાં આવ્યો ત્યારે ગરીબ તેમજ નિરાધાર વ્યક્તિઓનાં જીવનમાં આવનાર મુસીબતોનાં સહારા માટે તેમજ તેમની ચિંતા ને પોતાની સમજી લોકડાઉન પાર્ટ એકમાં 11,000 થી વધુ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં 5 વ્યક્તિ 15 દિવસ સુધી પોતાનાં જીવન ધોરણ માટે ખાદ્ય વસ્તુઓ પુરી પાડવામાં આવી જેમાં ઘઉં નો લોટ, ચોખા, તેલ, મરચું, હળદર, બટાકા,તુવેરદાળ, ખાંડ, જેવી વસ્તુઓ પુરી પાડવામાં આવી જેનું વજન અંદાજીત 22 કિલો જેવું થાય છે, આ તમામ કીટ વિતરણ જરૂરિયાત વિધવા બહેનો જુદા જુદા સુરત શહેરનાં તમામ વિસ્તાર નાં મજદૂરો તેમજ નાના વર્ગના લોકો સુધી પહોંચાડવામાં આવી હતી, જેમાં સ્કૂલનાં શિક્ષકો તેમજ સ્ટાફ દ્વારા વહેંચણી કરી આયોજન પૂર્વક કીટ વિતરણની જરૂરિયાત વાળી વ્યક્તિની તમામ માહિતીનો રેકોર્ડ કોમ્યુટર વાઈઝ નોંધણી કરી આયોજન કરવામાં આવ્યું હતું, આ કીટ વિતરણ ની ખાસિયત એ હતી કે કીટ લેનારનું પૂરું સન્માન રહે અને એમને સંકોચ ના થાય એ હેતુથી વિતરણની કોઈપણ જાતની ફોટોગ્રાફી કરવામાં આવી નથી. પિતા વિહોણી દિકરીઓનાં જે લગ્ન કરી ગુજરાતનાં જુદા જુદા શહેર જેમ કે અંકલેશ્વર,ભરૂચ,અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢમાં સાસરે હોય એવી બહારગામની 500 થી વધુ દીકરીઓને પણ કીટ ઘરે પહોંચાડી હતી, મુંગા પશુઓ માટે ઘાસચારા ની ટન મોઢે પણ સહાય આપવામાં આવી હતી, આ કાર્યને જોઈ બીજી સંસ્થાઓ પણ દાન આપી આ કાર્ય સતત શરૂ રહે તેવું માર્ગદર્શન મળતા પી પી સવાણી યુનિવર્સિટી શિક્ષક સ્ટાફ દ્વારા 625 કીટ , ભડીયાદરા ઈંપેક્સ તરફથી 300 તેમજ નાવડીયા પરિવાર દ્વારા 100 કીટનું યોગદાન મળ્યું હતું, આ સિવાય પોલીસ સ્ટાફ તેમજ જુદા જુદા વિસ્તારની ચોકીઓમાં અધિકારીઓ તેમજ સરકારશ્રીના નિયમ મુજબ આ તમામ કાર્ય પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું, વરાછા જેવા વિસ્તારમાં જ્યારે અનેક સંસ્થાઓ ભુખ્યા ને ભોજન પૂરું પાડી રહ્યા છે ત્યારે ઘણી સંસ્થાઓને કાચું સીધું કરીયાણું પણ પી.પી. સવાણી ગ્રુપ દ્વારા પૂરું પાડવામાં આવેલ છે, મુખ્યમંત્રી રાહત ફંડમાં 11 લાખનું યોગદાન આપવામાં આવ્યું છે, સોસાયટીમાં સેનેટાઈઝર કરવા માટે જરૂરિયાત આધુનિક સાધનોની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
2020-04-23 01:23:40