14
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE NEWS અરબી સુમદ્રમાં ઉદભવેલું મહા નામનું વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. મહા વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં થવાની હોય તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાલિકા દ્વારા ભારે પવન ફૂંકાય તો સલામતી માટે જોખમી બોર્ડ અને હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સોમવારથી શરૂ થયેલી કામગીરીમાં અત્યાર સુધીમાં 90થી વધુ હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યાં છે. તેમ છતાં રિંગરોડ અને ટેક્સટાઈલ માર્કેટમાં જોખમી હોર્ડિંગ હજુ અકબંધ જોવા મળી રહ્યાં છે. પાલિકાએ આદેશ કર્યો છે મહાનગરપાલિકા દ્વારા સોમવારે યોજવામાં આવેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, જોખમી બોર્ડ, બેનર અને હોર્ડિંગ્સને તાત્કાલિક ધોરણે ઉતારી લેવામાં આવે. જેથી 90 કિલોમીટર આસપાસની સ્પીડથી ફૂંકાતા પવનમાં આ હોર્ડિંગ્સ તૂટીને જાનમાલને નુકસાન ન કરે. આ સાથે પાલિકાએ આદેશથી હોર્ડિંગ્સ ઉતારી લેવા જણાવ્યું હોવા છતાં હજુ જોઈએ તેટલી ઝડપથી આ કામગીરી થઈ નથી. રિંગરોડ સહિતના શહેરના મોટાભાગના વિસ્તારોમાં જોખમી રીતે હોર્ડિંગ જોવા મળે છે. પાલિકા દ્વારા લોકોને અફવા ન ફેલાવવા પણ વિનંતી કરવામાં આવી છે.
2019-11-06 10:15:28