15
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE NEWS SURAT 2 may 20 સુરતથી ઓડીશાની ‘શ્રમિક સ્પેશિયલ ટ્રેન’ને પ્રસ્થાન કરાવતા સુરત જિલ્લા વહીવટીતંત્રના પદાધિકારી-અધિકારીઓ ------------- સુરતના ૧૨૦૦ જેટલા ઓરિસ્સાના શ્રમિકો ‘શ્રમિક સ્પેશિયલ ટ્રેન’ દ્વારા માદરે વતન જવા રવાના ----------------- સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે શિસ્તબદ્ધ રીતે માસ્ક પહેરીને કેન્દ્ર સરકારના દિશાનિર્દેશ મુજબ શ્રમિકોએ ટ્રેનમાં સવાર થઈને વતનની વાટ પકડી ---------------- સુરતની અગ્રણી સામાજિક સંસ્થાઓએ યાત્રા સુખરૂપ પૂર્ણ થાય તે માટે ઉમદા ભોજન વ્યવસ્થા કરવામાં આવી કેન્દ્ર સરકારના દ્વારા લોકડાઉનની પ્રવર્તમાન પરિસ્થિતિમાં શ્રમિકોને તેમના વતન સુધી પહોંચાડવા દેશભરમાં ‘શ્રમિક સ્પેશિયલ ટ્રેન’ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે આજરોજ સાંજે ૦૪.૦૦ વાગ્યે સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પરથી ઓડીશાના જગન્નાથપુર સુધીની શ્રમિક સ્પેશ્યલ ટ્રેનને સુરત જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા, શહેર પોલિસ અને કેન્દ્રીય ટીમના પદાધિકારી-અદાધિકારીઓએ પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રથમ તબક્કામાં સુરતના ૧૨૦૦ જેટલા શ્રમિકો પરિવારજનો સાથે માદરે વતન જવાના રવાના થયા હતા. સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે શિસ્તબદ્ધ રીતે માસ્ક પહેરીને કેન્દ્ર સરકારના દિશાનિર્દેશ મુજબ શ્રમિકોએ ટ્રેનમાં સવાર થઈને વતનની વાટ પકડી હતી. જિલ્લા કલેકટરશ્રી, ડો. ધવલ પટેલ, મ્યુ. કમિશનરશ્રી બંછાનિધિ પાની, પોલિસ કમિશનરશ્રી આર.બી. બ્રહ્મભટ્ટ, મેયર શ્રી ડો. જગદીશ પટેલ, જળશક્તિ મંત્રાલયના એડીશનલ સેક્રેટરીશ્રી જી. અશોમકુમાર, મ્યુનિસિપાલીટી કમિશનરશ્રી મહેન્દ્ર પટેલ, શ્રી એચ.જી. હૈદર, સાંસદશ્રી સી.આર.પાટિલ, સાંસદ શ્રીમતિ દર્શના બેન જરદોશ સહિત રેલ્વે વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં શ્રમિક સ્પેશ્યલ ટ્રેનને ઓડીશા પ્રસ્થાન કરાવાયું હતું. સુરતથી ૧૭૦૦ કિલોમીટરનું અંતર કાપીને ટ્રેન ઓડીશાના જગન્નાથપુર ખાતે આવતીકાલ તા.૦૩જીના રોજ સાંજે ૦૭.૦૦ વાગ્યે પહોંચશે. મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા પ્રવાસી તમામ શ્રમિકોની કાળજી લેતાં તેમના માટે સુકો નાસ્તો, મિનરલ વોટરની બોટલ, વેફર, બિસ્કીટની કીટ તૈયાર કરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, સેવા ફાઉન્ડેશન યુથ ફાઉન્ડેશન દ્વારા ફળ, છાશ, મિનરલ વોટર અને યુથ ફાઉન્ડેશન દ્વારા પણ બે ટાઈમ કઢી, ભાત, રોટલી, સબ્જી અને અથાણાની ઉમદા વ્યવસ્થા કરી તેમને ભોજન કીટ અર્પણ કરવામાં આવી હતી. લોકડાઉનના અમલ બાદ વતન જવા ઇચ્છતાં સુરતના શ્રમિકો ખુશખુશાલ જોવા મળ્યાં હતા. જિલ્લા પ્રશાસન અને રેલ્વે વિભાગ દ્વારા તેમની યાત્રા સુખરૂપ પૂર્ણ થાય તે પ્રકારે સામાજિક સંસ્થાઓના સહયોગથી ભોજન સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રવાસ દરમિયાન પ્રવાસી શ્રમિકોને કોઈ પણ મુશ્કેલી ન પડે અને રેલ્વે અધિકારીઓનો સંપર્ક કરી શકે તે માટે બે હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યા છે.
2020-05-02 12:12:19