Severity: Warning
Message: file_get_contents(): SSL operation failed with code 1. OpenSSL Error messages: error:0A000126:SSL routines::unexpected eof while reading
Filename: user/video_full_view.php
Line Number: 60
18
મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર માં યોજાઈ રહેલી બેઠકમાં રાજ્યમાં મંદિર દેરાસર સહિતના ધર્મ સ્થાનકો આસ્થા કેન્દ્રોને ભારત સરકાર ની ગાઈડ લાઇન્સ મુજબ કેટલાક નિયમો ને આધિન રહીને દર્શન માટે ખુલ્લા મૂકવા અંગે મહત્વ પૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે. મુખ્ય મંત્રીશ્રી એ જિલ્લા મથકો એ રહેલા વિવિધ ધર્મ સંસ્થાઓ ના સંતો મહંતો સાથે વીડિયો કોન્ફરન્સ થી આ સમગ્ર બાબતે ગહન ચર્ચાઓ હાથ ધરીને માર્ગ દર્શન આપ્યું હતું. મુખ્ય મંત્રીશ્રી એ કહ્યું કે મંદિરો માત્ર દર્શન માટે જ ખોલવામાં આવી રહ્યા છે.કોરોના સંક્રમણ ની સ્થિતિમાં હજુ જૂન અને જુલાઈ માસ માં મંદિરોમાં કોઈ ઉત્સવ ને પરવાનગી આપવામાં નહિ આવે.. તેમણે એવું પ્રેરક સૂચન કર્યું કે મોટા મંદિરો ધર્મ સ્થાનકોમાં આવતા દર્શનાર્થીઓ ને ટોકન આપી ચોક્કસ સમય આપી દેવાય તેવી વ્યવસ્થા ગોઠવાય તો ભીડ ભાડ અટકાવી શકાશે આ બેઠકમાં નાયબ મુખ્ય મંત્રી તેમજ મંત્રી શ્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા પ્રદીપ સિંહ જાડેજા અને વરિષ્ઠ સચિવો જોડાયા છે.
2020-06-06 11:31:05