12
EXOTIC NEWS COVID19 UPDATE - દીવ મા બે નવા કોરોના પોઝેટીવ કેસ નોંધાયા દીવ ના ઘોઘલા ખાતે સરાનગર વિસ્તારમાં આજે કોરોના પોઝીટીવ નાં બે કેસ નોંધાતા દીવ માં ચકચાર મચી છે અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે દીવ મા આજ સુધી માં કુલ પાંચ પોઝીટીવ કેસ નોંધાયા છે અને આજે બે કેસ નોંધાયા બાદ દિવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય અને એસ.પી. હરેશ્વર વિશ્વનાથ સ્વામી ના માર્ગદર્શન હેઠળ દીવ ના ઘોઘલા ખાતે સરાનગર વિસ્તારને સેનેટાઈઝ કરી પી.એસ.આઈ. ભરત પરમાર અને પુનિત મિના ના નેતૃત્વ માં દિવ પોલીસ દ્વારા આજે બે પોઝીટીવ વ્યક્તિઓ ના ઘર ના આસપાસ ના સંપૂર્ણ વિસ્તાર ને સીલ કરી દેવા માં આવ્યો છે. અન્ય લોકોમાં સંક્રમણ ના ફેલાય એ માટે તકેદારી નાં ભાગરૂપે કડક વલણ અપનાવવામાં આવેલ છે.જો કે દિવ માં અત્યાર સુધી એક પણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો ના હતો અને દિવ સંપૂર્ણ સેફ હતું પરંતુ જ્યારથી દિવ માં મુંબઇ ના લોકોને આવવા માટે મંજૂરી આપવામાં આવી ત્યારથી જ દિવ માં કોરોના પોઝીટીવ કેસ નોંધાવાની શરૂઆત થઈ ગઈ છે. દિવ માં આજે કુલ પાંચ પોઝીટીવ કેસ નોંધાયા છે જે તમામે તમામ મુંબઈ થી દિવ માં આવેલ વ્યક્તિઓ છે જેથી આજે દીવ ના લોકો ની માંગ ઉઠી છે કે દિવ માં મુંબઈ થી આવતા લોકો ને પ્રશાસન દ્વારા મંજૂરી આપવામાં ના આવે અથવા તો ખૂબ સઘન મેડિકલ ચેક અપ કરીને મંજૂરી આપવામાં આવે. લોકો માં એ પણ ચર્ચા છે કે ખાસ કરી ને અગાઉના દિવસોમાં મુંબઈથી આવેલ તમામ વ્યક્તિઓ જે હોમ કવોરેન્ટાઈન હોય અથવા ફેસિલિટીડ કવોરેન્ટાઈન હોય તેમની પણ ધ્યાનપૂર્વક મેડિકલ ચકાસણી કરવામાં આવે જેથી કરી કોરોના નું સંક્રમણ અટકાવી શકાય. દીવ મા આજે ફરી બે કોરોના પોઝીટીવ કેસ નોંધાતા સ્થાનિક લોકો માં પણ અનેક તર્કવિતર્કો સર્જાયા છે. દીવ પોલીસ દ્વારા બેરીકેટ લગાડી પોલીસ બંદોબસ્ત સાથે સરાનગર વિસ્તારને સીલ કરાયો છે અને સંક્રમણ ના થાય એ માટે આ વિસ્તારમાં લોકો ની અવર જવર પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.ઘોઘલા ના સરાનગર ને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું છે જેની મુલાકાત દીવ જીલ્લા કલેકટર શ્રીમતી સલોની રાય, એસ.પી. હરેશ્વર વિશ્વનાથ સ્વામી, ડેપ્યુટી કલેક્ટર હરમિંદર સિંહ, ડેપ્યુટી એસ.પી. રવિન્દ્રકુમાર શર્મા, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વૈભવ રિખારી, મામલતદાર ચંદ્રહાસ વાજા, હેલ્થ ઓફિસર ડૉ. કે.વાય. સુલતાન સહિત ના અધિકારીઓ એ લીધી અને લોકો ને બહાર નહિં નિકળવા સૂચનો કર્યા હતા. સાથે પોલીસકર્મીઓ ને પણ તકેદારી રાખવા જણાવ્યું હતું. દીવ મા નવા બે કોરોના પોઝેટીવ કેસ નોંધાયા ઘોઘલા ના સરાનગર વિસ્તારને સીલ કરી કોરોનટાઈનટ જોન જાહેર કર્યું હતું દીવ કલેક્ટર સલોની રાય એ કોરોનટાઈનટ જોન વિસ્તાર ની મુલાકાત લીધી રીપોર્ટર મહેન્દ્ર ટાંક દીવ
2020-06-19 01:03:06