Severity: Warning
Message: file_get_contents(): SSL operation failed with code 1. OpenSSL Error messages: error:0A000126:SSL routines::unexpected eof while reading
Filename: user/video_full_view.php
Line Number: 60
27
NEWS "શિથીલાચાર હટાવો ઝુંબેશ" *સાધુવેશ ની આડમાં સાંસારિક પ્રવૃત્તિ ઓ કરવા વાળા ને ઘરે બેસાડવા માટે હવે આપણે ભારત સરકાર ની મદદ લઇશું : હાર્દિક હુંડીયા* વિશ્વ ભર માં હિન્દુ ઓ નાં પરમ ગૌરવ સમો અણમોલ જૈન ધર્મ આપણને મલ્યો છે.જૈન ધર્મ વિશે જે પણ લોકો એ આ ધર્મ ની વિશેષતાઓ ને સમજી છે તે બધા જ લોકો આ વિશ્ર્વ વંદનીય જૈન ધર્મ ની તપસ્યા, ત્યાગ અને સંયમ જીવન ની અનુમોદના કરતા થાકતા નથી. આ વાત જણાવતા જૈન ધર્મ નાં અગ્નણી હાર્દિક હુંડીયા એ જણાવ્યું કે આગંળી નાં વેઢે ગણી શકાય એવા અમુક લોકો છે જે પરમ કૃપાળુ પરમાત્મા નાં સાધુવેશ માં ધર્મનાં નામ ઉપર ધંધો , વ્યભિચાર કરે છે . પરતું હવે બહુ થયું આ વ્યભિચાર આચરનારાને સંસાર માં પાછા મોકલી દેવાનો સમય આવી ગયો છે. ગુજરાત નાં ઈડર શહેરમાં બે જૈન સાધુ એક સ્ત્રી સાથે વ્યભિચાર કરતાં પકડાઈ ગયા છે. જે બહુ જ શર્મનાક ઘટના છે. આ શર્મનાક ઘટના ને સમાજ ની સામે લાવવા વાળા ડો. આશિતભાઈ દોશી , ડો. નિકુંજ ભાઈ વોરા અને સમસ્ત ટ્રસ્ટ મંડળ ને બિરદાવતા હાર્દિક હુંડીયા એ કહ્યું કે આ બધા ખરેખર જૈન શાશન નાં સિંહ છે. બધી જ સાંસારિક પ્રવૃત્તિ ઓ નો ત્યાગ કરીને જયારે એક મુમુક્ષ આત્મા દિક્ષા લે છે ત્યારે ચારેબાજુ જૈન શાશન ની જય જયકાર થાય છે. દિક્ષા લેનાર મુમુક્ષ આત્મા જૈન સાધુ ની લોકો ભગવાન ની જેમ પુજા કરે છે. કારણ કે આ તેમના દ્રારા લેવાયેલ પરમાત્મા નાં પરમ વેશ ને નમન છે. પરતું જયારે સાધુવેશ માં જો કોઈ વ્યભિચાર કરે તો તેને પછી ભગવાન મહાવીર સ્વામી જી નાં વેશ માં રહેવા નો કોઈ જ અધિકાર નથી. કારણ કે તેણે ધર્મ નાં નિયમો ને તોડી ને તેનું ઉલ્લંઘન કરેલ છે. હાર્દિક હુંડીયા એ જણાવ્યું કે જેવી રીતે આપણે આપણા પરિવાર માં કે ધંધા માં કોઇપણ જાતની ગેરરીતિ બિલકુલ સાંખી લેતા નથી તો પછી આપણે આપણાં પરમ વંદનીય ધર્મ માં આ ગેરરીતી કેવી રીતે ચાલવા દઇએ? હાર્દિક હુંડીયા એ જણાવ્યું કે ધર્મ નાં નામ ઉપર ધંધો કરનાર સાધુવેશ માં બેઠેલા આ બહુરુપીયાઓ થી પણ વધારે નાટકબાજ છે.આ વ્યભિચારી તેમને દિક્ષા આપનાર તેમના ગુરૂ નું પણ સાંભળતા નથી. એટલું જ નહીં આ સાધુઓ સાથે તેની ગેરરીતીઓ માં કેટલાક ભકતો પણ સામેલ છે જે આ લોકો નાં પ્રાઇવેટ ટ્રસ્ટ સંભાળે છે, અને તેમના પૈસા નો હિસાબ કીતાબ સંભાળે છે. આ બધા ની મિલીભગત ને કારણે આવા વ્યભિચારી સાધુવેશ માં ધર્મ નાં નામ ઉપર ધંધો કરે છે. જો આ સાધુવેશ માં રહી ને ગુરુ ની આજ્ઞા નું પાલન ન કરી શકતા હોય તેની પાસે બીજી કોઈપણ આશા રાખવી વ્યર્થ છે . તો પછી આ લોકોને સાધુવેશ માં રહેવા નો અધિકાર જ નથી. જૈનસાધુ વેશ માં બેઠેલા વ્યભિચાર આચરનારા બાબાઓ ને કઠોર થી કઠોર સજા મળે તે માટે જૈન ધર્મ નું એક પ્રતિનિધી મંડળ ભારત સરકાર નાં રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહ ને મળશે અને ધર્મ નાં નામ પર ધંધો કરવા વાળા આ ઠગ બાબા અને તેના ભક્તો વચ્ચે કઇ રીતે વ્યવહાર ચાલે છે તેની પૂરી તપાસ થવી જોઈએ. તેની માગંણી કરવામાં આવશે. શિથિલાચારી સાધુ ઓ ને ઘરે બેસાડી ને તેઓનાં બધા જ કારનામા સમાજ ની સામે ઉજાગર કરી ને *શિથીલાચારીઓ ને હટાવો* ની એક ઝુંબેશ ચાલુ કરવા જઇ રહયા છીએ. આમાં દેશ નાં વરિષ્ઠ ધારાશાસ્ત્રી મનુ સંઘવી જેવા અનેક માન્યવરો નું માર્ગદર્શન લેવા માં આવશે. *શિથિલાચાર હટાઓ* આ ઝુંબેશ માં હાર્દિક હુંડીયા , મહાવીર શ્રી શ્રીમાલ , ડો. નિર્મલ જૈન , ડો. આશિત દોશી , કૈલાશ જૈન સહિત મહાનુભાવો આગળ આવશે.
2020-06-26 01:21:11