Severity: Warning
Message: file_get_contents(): SSL operation failed with code 1. OpenSSL Error messages: error:0A000126:SSL routines::unexpected eof while reading
Filename: user/video_full_view.php
Line Number: 60
64
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLDWIDE Covid 19 important message સુરત મહાનગરપાલિકાના માન. કમિશ્નર શ્રી બંછાનિધિ પાની ( IAS) સાહેબ તરફથી હાલમાં કોરોના વાયરસની પરિસ્થિતિ અન્વયે શહેરીજનો દ્વારા રાખવાજોગ તકેદારી બાબતે મેસેજ બહારગામથી આવનાર તેમજ પ્રવાસ કરી સુરત પરત ફરનારા વ્યક્તિઓ કોરોના ટેસ્ટ કરાવે: મ્યુ.કમિશનર બંછાનિધી પાની ----------- રજાના દિવસોએ જાહેર સ્થળોએ ભીડભાડ ન કરવાનો અનુરોધ કરતાં બંછાનિધી પાની -------- માસ્ક વિના લોકો બહાર આવશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશેઃ મ્યુ. કમિશનર -------- સુરત,શુક્રવારઃ રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઈ સુરતવાસીઓની સુરક્ષા માટે મહાનરગ પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ માસ્ક વિના લોકો બહાર અવરજવર કરશે તો સખ્ત દંડનીય કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવ્યું હતું. શનિ-રવિની રજાના દિવસો કે અન્ય દિવસોએ કોઈ પણ જાહેર જગ્યા પર ભીડભાડ ન કરવાનો આગ્રહ કરી શહેરીજનોને સાવચેતી દાખવવા અને કોરોના સંક્રમણ અટકાવવાં માટે તંત્રને સહયોગ આપવા અપીલ કરી હતી. કમિશનરશ્રીએ કહ્યું કે, દિવાળીના તહેવારો પછી હજુ પણ કોરોનાનો ખતરો ટળ્યો નથી. લોકો અચુકપણે માસ્ક પહેરે. હાલ એકમાત્ર માસ્ક જ વેક્સિન જેવું કામ કરે છે. બહારગામથી આવનાર તેમજ પ્રવાસ કરી સુરત પરત ફરનાર વ્યક્તિઓના ટેસ્ટીંગ વધારવામાં આવ્યાં છે. આવા પ્રવાસી લોકોએ નજીકના આરોગ્ય કેન્દ્રમાં કોવિડ ટેસ્ટ કરવાનો અનુરોધ કરી તેમણે ઉમેર્યું કે, તાવ-શરદી-ખાંસી જેવા લક્ષણો હોય તો કોવિડ ટેસ્ટ સેન્ટર તેમજ ધન્વંતરિ રથનો પણ સંપર્ક કરીને ટેસ્ટ કરાવી શકાય છે. સુરતમાં કોરોના સ્થિર છે. શહેરના તમામ ઝોનમાં ટીમો બનાવી મોટા પ્રમાણમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવાની સાથે સર્વેલન્સ પણ વધારવામાં આવ્યું છે. શહેરના ભારે અવરજવર ધરાવતાં રોડ, મોલ, કોમર્શિયલ શોપિંગ સેન્ટરોમાં ટોળે વળતાં લોકોને ભીડભાડ ન કરવાં અપીલ કરતાં તેમણે કહ્યું કે. માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સીંગ અંગે માર્ગદર્શિકાના ઉલ્લંઘન બદલ કડકપણે દંડનીય કાર્યવાહી કરાશે. સુરતમાં કોરોના સંક્રમણને ખાળવા બેદરકારી દાખવ્યા વિના જાગૃત્ત નાગરિક તરીકે કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
2020-11-20 07:51:54