27
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLDWIDE NEWS ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલની હત્યા મામલે ગુજરાત એટીએસે મોટો ખુલાસો કર્યો* કોર્પોરેટરની હત્યામાં સંડોવાયેલા આરોપીઓની પૂછપરછ કરી એક બાદ એક કડીઓ જોડાતા ગુનાના તમામ આરોપીનો રોલ સ્પષ્ટ થયો છે. જેમા, મુખ્ય આરોપી અમિત કટારા એ અજય કલાલ અને ઝડપાયેલ આરોપી ઈમરાન ઉર્ફે ઈમુ ગુંડાલા સાથે મળી ગોધરાકાંડના આરોપી ઈરફાન પાડાને અંદાજે 4 લાખની સોપારી આપી હતી. જેમા ઈરફાન પેરોલ પર છુટીને આવ્યા બાદ હત્યાને અંજામ આપ્યો હતો. હત્યા માટે ઈમુએ ઈરફાનને હિરેન પટેલનુ ઘર બતાવ્યુ હતુ. જોકે ઈમરાન ઉર્ફે ઈમુની ધરપકડ બાદ કોંગ્રેસના ધારાસભ્ય ભરત કટારાના ભાઈ અને પુર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અમિત કટારાએ હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો છે.
2020-12-29 02:36:18