A PHP Error was encountered

Severity: Warning

Message: file_get_contents(): SSL operation failed with code 1. OpenSSL Error messages: error:0A000126:SSL routines::unexpected eof while reading

Filename: user/video_full_view.php

Line Number: 60

Opening EM Charitable Trust PP Savani Heart Institute & Multi Specialty Launch of Cancer & neuro dep

Total Views :

44

EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLDWIDE NEWS SURAT GUJARAT ઇ.એમ. ચેરિટેબલટ્રસ્ટ- સુરત સંચાલિત પીપી સવાણી હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ અને મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં કેન્સર અને ન્યૂરો સર્જન વિભાગના મંગલ શુભારંભ તા: ૨૭/૧૨/૨૦૨૦ના રોજ થયો જન કલ્યાણ આરોગ્ય સેવાકીય પ્રવૃતિઓ હેતુસર શુભારંભ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં ઉદ્દઘાટક તરીકે અતિથિ વિશેષ શ્રી કિશોરભાઈ કાનાણી (આરોગ્ય રાજ્ય કક્ષામંત્રીશ્રી, ગુજરાત રાજ્ય), શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા (અધ્યક્ષ શ્રી સુરત શહેર ભાજપા), માજી મેયર શ્રી ડો. જગદીશભાઈ પટેલ , તથા મેટ્રો રેલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી મહેન્દ્રભાઈ પટેલ તથા સમાજ અને શહેરના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહીને સમારોહની શોભામાં અભિવૃધ્ધિ કરી હતી ઉદ્દઘાટન પ્રસંગે હોસ્પિટલના માર્ગદશક એવા ડો. ઘનશ્યામભાઈ પટેલ માનવંતા મહેમાનોને પી. પી. સવાણી હોસ્પિટલની વિવિધ આરોગ્ય લક્ષી સેવાઓ આપી માહિતગાર કરાયા હતા તથા નવા કાર્યરત થતાં વિભાગોની માહિતી ડો. નિકુંજભાઈ વિઠ્ઠલાણી (કેન્સર સર્જન) તથા ડો. હસમુખભાઈ સોજીત્રા(ન્યુરો સર્જન) એ આપી હતી ત્યારબાદ માનવંતા મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, ઉપસ્થિત મહેમાનોનું શબ્દ સુમન વડે શ્રી મહેશભાઇ સવાણી એ સ્વાગત પ્રવચન કરતાં પી. પી. સવાણી હોસ્પિટલની ૧૧ વર્ષની અવિરત સેવામાં સહયોગ આપનાર દાતાશ્રીઓ તથા મહેમાનશ્રી ઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું. માનવંતા મહેમાન શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા નું સ્વાગત પુષ્પગુચ્છ અને શાલ વડે સન્માનશ્રી વલ્લભભાઈ સવાણી એ કર્યું તથા ડો. જગદીશભાઈ પટેલ નું સ્વાગત પુષ્પગુચ્છ અને સાલ વડે સન્માનશ્રી કિશોરભાઈ વિરાણી તથા મહેશભાઇ સવાણી એ કર્યું હતું. પી.પી. સવાણી હોસ્પિટલના માર્ગદર્શક એવ ડો. ઘનશ્યામભાઈ એ ૧૧ વર્ષની આરોગ્ય સેવાની વિવિધ પ્રવૃતિઓથી સૌને પરિચિત કર્યા અને તેમજ આપતી સહાય વિષે જાણકારી આપી હતી સમાજના દરેક લોકો આ આરોગ્યસેવાનો લાભ લે તેવો અનુરોધ પણ કર્યો હતો. સમાહરોના ઉદ્દઘાટક શ્રી સી.આર. પાટિલ સાહેબ (પ્રદેશ અધ્યક્ષ ભાજપા ગુજરાત) ના શુભેચ્છા સંદેશ ટીવી ના માધ્યમથી પાઠવવામા આવ્યો ત્યારબાદ મંચ પરથી પાંચ આરોગ્ય રાહત નિધિ કાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. શ્રી કાનજી ભાઈ ભાલાળા એ આરોગ્ય રાહત નિધિ કાર્ડ વિશે સવિશેષ સમજણ આપી હતી આ યોજના મારફતે દરેક પરિવાર હોસ્પિટલસાથે જોડાઈ શકે તેવો અનુરોધ કર્યો હતો. પીપી સવાણી હોસ્પિટલના માર્ગદર્શક એવા ડો. ઘનશ્યામભાઈની ૧૧ વર્ષની અવિરત સેવા બદલ તેમનું સન્માન તથા રૂપિયા ૧૧ લાખનો ચેક ઇ.એમ. ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ અર્પણ કર્યો હતો. કેન્સર વિભાગના ડો. શ્રી નિકુંજભાઈ વિઠ્ઠલાણીએ કેન્સર વિભાગની માહતી આપી વ્યસનોથી બચી કેન્સર મુક્ત રહેવા અનુરોધ કર્યો હતો. સમહારોના અતિથિવિશેષ શ્રી ડો. જગદીશભાઇ પટેલે સંસ્થાની આરોગ્ય સેવાઓ બિરદાવી હતી તથા સવાણી પરિવારની આ સેવાને ખૂબ અભિનંદન આપ્યા હતા. સમાહારોના અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા એ પ્રાસંગિક પ્રવચનમાં સવાણી પરિવાર તથા ઇ.એમ. ચેરિટેબલ ટ્રસ્ટની શૈક્ષિણક તથા આરોગ્ય સેવાકીય પ્રવૃતિને લાખ લાખ અભિનંદન આપ્યા હતા.

Publish Date :

2021-01-04 06:43:29

Recommended Videos

IMG