27
#NEWSCRIMESURAT #EXOTICWEBMEDIADIGITALCHANNEL #WORLDWIDE સુરતમાં 7.90 લાખના પ્રતિબંધિત MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત ચાર ઝડપાયા ડ્રગ્સ મુંબઈથી સુરતમાં વેચાણ અર્થે લાવવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું સુરત પોલીસ દ્વારા નશાના કારોબાર સામે આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે . સુરત પોલીસ કમિશનર દ્વારા ડ્રગ્સ મુક્ત સુરત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે . જે અંતર્ગત આજે મુંબઈથી સુરત ડ્રગ્સ લઈને આવતા મહિલા સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે.ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી માહિતી મુજબ ભાટીયા ટોલ નાકા પાસે નાકાબંધી કરવામાં આવી હતી . ટેક્સી પાર્સિંગની સફેદ કાર મુંબઈથી સુરત તરફ આવી રહી હોવાની બાતમી મળી હતી . પોલીસે કારની અંદર બેઠેલા ઈસમોની પૂછપરછ કરતા તેમના પાસેથી 7.90 લાખનું 79 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું . ક્રાઈમ બ્રાન્ચે એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કમલેશ દુગડની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે , તેઓ એમડી ડ્રગ્સ મુંબઈથી લાવ્યા હતા . ક્રાઈમ બ્રાન્ચને એવી માહિતી મળી હતી કે , કમલેશ છેલ્લા બે દિવસથી મુંબઇમાં છે અને તે આજે સુરત આવનાર છે . કમલેશે કબૂલ્યું કે , તે પોતે ડ્રગ્સનું સેવન કરે છે . મુંબઈમાં જમીન દલાલીનું કામ કરવા વારંવાર મુંબઈ જતો હોવાથી ત્યાં તેને એમડી ડ્રગ્સના સેવન કરવાની આદત લાગી હતી . ક્રાઈમ બ્રાન્ચથી વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે , ક્રિષ્ના દત્ત દુબે પાનનો ગલ્લો ચલાવે છે . એમડી ડ્રગ્સના વેચાણ માટે પાનના ગલ્લાનો ઉપયોગ થતો હોઈ શકે તેવી પણ શક્યતાઓ છે . કમલેશ દુંગડની ગર્લફ્રેન્ડ પૂજા ગુપ્તા પણ એમડી ડ્રગ્સ સપ્લાય માં સામેલ હોવાની વિગત મળી છે .ડિજિટલ વજન કાંટો પણ મળ્યો જોઇન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું કે સુરત શહેરમા ડ્રગ્સ મુક્ત શહેર બનાવવા માટે અમારી ટીમ પ્રયાસ કરી રહી છે . ઝડપાયેલા આરોપી પૈકી કમલેશ પોતે ડ્રગ્સનું સેવન કરે છે અને તે વસ્તુ હોવાની પણ અમને માહિતી મળી હતી . જેના આધારે અમે વધુ તપાસ શરૂ કરી છે . તેના કહેવા પ્રમાણે તે એક વર્ષથી એમડી ડ્રગસનું સેવન કરી રહ્યો છે પરંતુ ખરેખર તે કેટલા સમયથી ડ્રગ્સનું વેચાણ સુરતમાં કરતો હતો , તેની ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે . તેમની પાસેથી ડિજિટલ વજન કાંટો પણ મળી આવ્યો છે . જેનાથી અમારે શંકા પ્રબળ બની છે કે તેઓ આ વજન કાટાનો ઉપયોગ ડ્રગ્સ વેચવા માટે કરતા હશે SUBSCRIBE THIS CHANNEL WITH CLICK
2021-06-11 04:35:41