Gujarati GARBA TIPPANI DANCE

Total Views :

1618

આ૫ણા લોકજીવન સાથે સંકળાયેલા પ્રત્યેક નૃત્ય લાગણીઓ કે ઉર્મિઓનો આવિર્ભાવ અથવા તો આનંદની અભિવ્યક્તિમાંથી નિ૫જયાં છે. સોરઠના સાગરકાંઠાની કોળી મહિલાઓનો થાક ઉતારવા માટે ટિપ્પણીનો જન્મ થયો છે. ચોરવાડની કોળી મહિલાઓ,ગોહિલવાડના કંઠાળની ખારવા મહિલાઓ, રાજકોટની ભીલ મહિલાઓ, જામનગરની સીદી મહિલાઓ વિગેરે ટિપ્પણી નૃત્ય કરે છે, ૫રંતુ ચોરવાડની કોળી મહિલાઓની તોલે કદાચ કોઈ આવી શકે તેમ નથી. ૫હેલાંના સમયમાં જયારે મકાનનાં ભોંયતળિયા ૫ર લાદી જડવામાં ન આવતી ત્યારે જમીનનો ધ્રાબો- ભોંયતળિયું સપાટ અને લીસું ન થાય ત્યાં સુધી લાકડીના છેડે ત્રણ-ચાર ઈંચના લાકડાના ટુકડાઓ જડી જમીનને ટી૫વામાં આવતું. ભોંયતળિયું એક સરખું ટીપાય તે માટે કયારેક ગોળાકારે તો કયારેક સામે સામે ઉભા રહીને બહેનો ધ્રાબો ટી૫તી, દિવસો સુધી ચાલતું આ એકધારૂં કામ કંટાળાજનક ન થાય એટલે તેમાં ગીતો આવ્યાં , ધીમે ધીમે ઢોલ આવ્યો, જુદી-જુદી ચાલ આવી અને આ પ્રકાર એટલો તો પ્રશંસા પામ્યો કે ચોરવાડની કોળી બહેનોના ટીપ્પણી નૃત્ય દેશ ૫રદેશના રંગમંચો શોભાવી ચુકયા છે. સન્ ૧૯૫૯માં લોકસાહિત્ય સંમેલનમાં ચોરવાડની કોળી બહેનોનું ટિપ્પણી નૃત્ય જોઇને , તેમના અંગની ફીરત, મરોડ જોઈને કવિ દુલા ભાયા કાગ બોલી ઉઠેલા કે, “આ દીકરીઓની કેડમાં બેરીંગ હશે? એ સિવાય આટલી ચ૫ળતા કેવા રીતે સંભવ છે ? કેડની આટલી લચક હોઈ શકે ?” બદલાતા સમયની સાથે હવે મકાનોના ચણતર વખતે ટિપ્પણીની જરૂરીયાત જ ન રહી એટલે ટિપ્પણી નૃત્ય માત્ર મંચ પર જ રહ્યું છે.. Primitively in rural areas when a house was under construction and the base of the building was not smooth or undulated, then it used to be leveled & smoothened manually by striking the land with extended wooden sticks or rods. Women laborers use to strike the land forming circles so that equal pressure could be applied on the land. This chore used to go on for months and since it used to become mundane, the women started adding music and dance steps to their daily chores. Slowly and gradually dhol and other musical instruments got added, songs were made and no sooner than later ‘Tippani’ dance form evolved and Koli women from Chorwad started giving ‘Tippani’ performances across the world. Primarily, this dance form is famous among the Koli community in Chorwad, of Kharwa community in the coastal region of Gohilwad, of Bhil community in Rajkot and of the Siddi community in Jamnagar. #GujaratiDance #FolkDance #Tippani #GujaratiCulture #Garba #Navratri #Navratri2019 Gujarat Information Gujarat History Incredible Gujarat Incredible India Gujarati Garba

Publish Date :

2019-10-23 01:05:48

Recommended Videos

IMG