174
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE PRESS CONFERENCE PANETAR MAHESH BHAI SAVANI , KIRAN JAMES, LAKHANI PARIVAR 18 DECEMBER 19 SURAT પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી સેંકડો દીકરીઓના પાલક પિતા તરીકેની જવાબદારી નિભાવતા સુરતના પી.પી.સવાણી પરિવાર આજ સુધી લગભગ 2702 દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરી ચૂક્યું છે. પી .પી. સવાણી પરિવાર દરવર્ષે ભવ્ય લગ્ન સમારંભ યોજીને દીકરીઓને પરણાવે છે, જેનું આ સતત નવમું વર્ષ છે. સેવાના આ યજ્ઞ જેવા ઉદ્દાત કાર્યમાં સહભાગી તરીકે આ વર્ષે હીરા ઉદ્યોગની સૌથી મોટી કિરણ જેમ્સનું લખાણી પરિવાર જોડાયું છે. સુરતની કિરણ હોસ્પિટલમાં લખાણી પરિવારે લગભગ 72 કરોડનું દાન કર્યુ છે. નવમાં વર્ષે બે દિવસ ચાલનારા લગ્ન સમારોહમાં વહાલસોયી 270થી વધુ દીકરીઓ પરણશે. આગામી 21 અને 22મી ડીસેમ્બર, 2019 શનિવાર અને રવિવારના રોજ પી પી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ, અબ્રામા, સુરત મુકામે 270 દીકરીઓ પિતાના ધબકારા રૂપી "પાનેતર" ઓઢી પ્રભુતામાં પગલાં પાડશે. આજે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પી. પી. સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી અને કિરણ જેમ્સના વલ્લભભાઈ લખાણી વિગત આપતા જણાવ્યું હતું કે કોઇપણ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના વિધવા બહેનોની દીકરીઓને પરણાવવામાં આવે છે. એક તરફ વૈદિક વિધિથી લગ્ન થતા હશે તો બીજી તરફ મુસ્લિમ દીકરીઓના નિકાહ પઢાતા હશે. દેશભરમાંથી રાજસ્વી મહાનુભાવો, અધિકારીશ્રીઓ (IAS - IPS - IRS) અને મહાનુભાવો આ દીકરીઓનું કન્યાદાન કરશે. લગ્નની સાથે જ બીજા પણ અનેક પરિમાણો અમે લગ્ન સમારંભ ઉમેર્યા છે. દરવર્ષ ની જેમ 19મી ડીસેમ્બર શુક્રવારના રોજ પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામાની નજીક 'રઘુવીર વાડી'માં સવારે 8 વાગ્યે મહેંદી રસમ થશે જેમાં દુલ્હન ની સાથે એમની બહેન અને બીજા પરિવારજનો મળી 2500થી વધુ દીકરીઓ મહેંદી મુકાવશે. ગાયિકા યોગિતા પટેલએ “પાનેતર” ઉપર એક ગીત લખીને સ્વરબધ્ધ કરીને ગાયું છે એ ગીતનું લોકાર્પણ પણ થશે. મહેશભાઈ સવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે કરિયાવરતો આપીએ જ છીએ, સાથે જ લગ્ન પછી પણ દીકરીની તમામ જવાબદારી પણ નિભાવીએ છીએ. ઉલ્લેખનીય છે કે પી.પી. સવાણી પરિવાર પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી દીકરીઓના લગ્ન જ કરાવે છે એવું નથી , પરંતુ સુરત શહેરમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલ દીકરાઓની ધોરણ 10 સુધીની અભ્યાસ ફી અને દીકરીઓની કોલેજ સુધીના અભ્યાસની ફી ભરવામાં આવે છે. શિક્ષણની સાથે વિધવા બહેનોના પરિવારની આરોગ્યની જવાબદારી પણ પી. પી. સવાણી પરિવાર ઉપાડે છે. પી. પી. સવાણી પરિવાર સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ સામાજિક કાર્યો કરતા હોઈ છે. પિતા ગુમાવનાર સુરતના 8000 થી વધુ પરિવારના પાલક પિતા તરીકેની જવાબદારી નિભાવે છે. મહેશભાઈ લગભગ 3839 દીકરીઓના પાલક પિતાની જવાબદારી નિભાવે છે. આ લગ્ન સમારોહમાં “કીઆન એરવેઝના નયુમભાઈ સૈયદ” 30 દંપતીને વિનામુલ્યે હેલીકોપ્ટર દ્વારા સુરત દર્શન કરાવડાવશે, રિઝવાનભાઈ આડતીયા 10 દંપતીને સિંગાપુર-મલેશિયાનીટુર કરાવશે, બાકી તમામ દંપતીને કુલ્લુ-મનાલીની હનીમૂન ટુર કરાવડાવાશે. અમારી દરેક દીકરીને રાજ્ય સરકારની ‘કુંવરબાઈ નું મામેરું’ જેવી બીજી બે-ત્રણ યોજનાનો લાભ મળે એનું પણ આયોજન કર્યું છે, એ માટેની સરકારી પ્રક્રિયા પણ અમે શરુ કરી દીધી છે. એક જ મંડપમાં લગ્ન કરનારી ૨૭૦થી વધુ દીકરીઓની પસંદગી માટે પણ લાંબી કવાયત હાથ ધરીને ચોક્કસ નિયમો મુજબ પસંદગી કરવામાં આવી છે. હિંદુ, મુસ્લિમ ધર્મ મુજબ લગ્નવિધિ થવાની છે. આ લગ્ન માટેના ફોર્મ ભરવાની શરૂઆત કરી ત્યારે માત્ર 1 દિવસમાં પિતાવિહોણી 500 દીકરીઓની અરજી આવી હતી. મહેશભાઈ સવાણી અને વલ્લભભાઈ લખાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, કેટલીય દીકરીઓ એવી છે કે એમને માતા-પિતા કે ભાઈ પણ નથી, કેટલીક દીકરી એવી છે કે એમને પિતા અને ભાઈ નથી, માં છે અને એઓ એકથી વધુ બહેનો છે. બાકી એવી દીકરીઓ છે કે જેમને માં અને ભાઈ છે પણ ભાઈ નાનો અને હજી કામ કરી શકતો નથી. અમારો પ્રયત્ન છે કે કોઈ પણ દીકરી બાકી નહિ રહે અમે દરેક માટે શક્ય એટલા પ્રયત્ન કરીશું. આ વખતના લગ્ન સમારોહમાં કુલ 45 જ્ઞાતિઓની દીકરોનો સમાવેશ થાય છે; 5 મુસ્લિમ દીકરી, 39 આદિવાસી જ્ઞાતિઓની દીકરી તેમજ દેશના વિવિધ રાજ્યો જેવા કે 1 ઓરીસ્સાની , 1 નેપાલ, 2 મધ્યપ્રદેશ, 1 કર્ણાટક , 1 તેલંગાણા, 5 મહારાષ્ટ્ર, 1 રાજસ્થાનની દીકરી પરણવાની છે. કાર્યક્રમ ની વિશેષ માહિતી :- ૧) મહેંદી રસમ : 19, ડીસેમ્બર- 2019, ગુરુવાર ( સમય : સવારે 8:૦૦ કલાકે) સ્થળ :- "રઘુવીર વાડી" પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલની સામે, મોટાવરાછા થી અબ્રામા રોડ, અબ્રામા, સુરત. 270થી વધુ દીકરીઓ, એમની બહેનો, અગાઉ પરણી ચુકેલી દીકરીઓ એકસાથે 2500થી વધારે મહેંદી મુકવામાં આવશે. આ જ પ્રકારની મેહદી રસમને ગીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. મહેંદી મહેમાનશ્રી :- દીકરીઓની મહેંદી રસમમાં મેહમાન તરીકે વિશેષ મહિલા મહાનુભાવોને અમે આમંત્રણ છે. સુરતના સાંસદ દર્શનાબહેન જરદોશ, લીંબાયતના ધારાસભ્ય સંગીતાબહેન પાટીલ, શ્રીમતી દર્શિનીબહેન કોઠીયાની સાથે જ સુરતના કલેક્ટર શ્રી ડૉ.ધવલ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી બંછા નિધિ પાનીની પત્ની સાથે જ પોલીસમાં ફરજ બજાવતા મહિલા અધિકારીઓ સુશ્રી વિધિ ચૌધરી, સુશ્રી કાનન દેસાઈ, સુશ્રી પન્ના મોમાયા, સુશ્રી લીના પાટીલ, સુશ્રી હેતલ પટેલ. આ બધાની સાથે બીજા અનેક ઉચ્ચ અધિકારીની પત્નીઓ મહેંદી રસમમાં અને લગ્ન દિવસે કન્યાદાનમાં પણ સામેલ થશે. 2) “પાનેતર ” : 21 અને 22, ડીસેમ્બર- 2019, શનિવાર અને રવિવાર (સમય : સાંજે 5:૦૦ કલાકે) સ્થળ :- પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ સ્કૂલ ગ્રાઉન્ડ, અબ્રામારોડ, સુરત. “પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી 270 દીકરીઓ પૈકી 135 શનિવાર અને 135 રવિવારેનો ભવ્ય લગ્ન સમારોહ યોજાશે. પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલમાં આ દીકરીઓ માટે ખાસ બ્યુટી પાર્લર ઉભું કરવામાં આવશે, ત્યાં તૈયાર થઇ આ દીકરીઓ લગ્નસ્થળે આવશે. 4.00 વાગ્યે દીકરી અને કુમારની સાથે ફોટોસેશન થશે ( આ કાર્યક્રમ મીડિયા માટે જ છે) 5.30 દીકરીઓનું લગ્ન મંડપમાં આગમન થશે.
2019-12-18 07:50:16