4
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE લોકસભાની કાર્યવાહી દરમિયાન સુરત લોકસભા ના માનનીય સાંસદશ્રી દર્શનાબેન જરદોશ દ્વારા સુરત માં *પ્રધાનમંત્રી રાહત ફંડ* પેનલ હેઠળ આવતી હોસ્પિટલ ની સંખ્યા વધારવા માટે ની રજુઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત માનનીય સાંસદશ્રી દ્વારા જણાવામાં આવ્યુ કે " પ્રધાનમંત્રી રાહત ફંડ" એક આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યુ છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ આરોગ્યલક્ષી યોજનામાં જે પરિવાર નો સમાવેશ નથી થયો એવા પરિવાર ના કેન્સર,કીડની,લીવર કે ગંભીર પ્રકારની બીમારી ના દર્દીને આનો લાભ મળે છે. સુરત લોકસભા મતવિસ્તારમાં ૨૦૦૯ થી અત્યાર સુધીમાં ૪૦૦ થી વધુ દર્દીઓને આનો લાભ મળી ચુક્યો છે. અને આ કામમાં સુરત ના એડવોકેટ અને નોટરી એવા સમીરભાઈ બોઘરા આ સેવાકાર્ય માં સહભાગી બન્યા છે.
2020-03-19 01:43:53