34
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLDWIDE NEWS SURAT સુરત મ્યુ . લાયસન્સ પ્લમ્બર એસોશિયેશન અમો તમામ મ્યુનિસિપલ લાયસન્સ પ્લમ્બરોની રોજગારી બાબત . સાદર પ્રણામ , | જય ભારત સાથે ઉપરોકત વિષય સંદર્ભે સુરત મ્યુનિસિપલ લાયસન્સ પ્લમ્બર એસોસીએશન નમ્ર અરજ કરીએ છીએ કે , સુરત મહાનગરપાલિકાનું ગઠન થયું તે સમયથી સુરત મહાનગરપાલિકાની હદમાં પાણીની મુખ્ય નળીકાં , પાણીના કનેકશન કરવા , પાણી લિકેજ દુર કરવાના કે અન્ય મેઇન્ટેનન્સ કરવાના કામો મ્યુનિસિપલ લાયસન્સ પ્લમ્બરો કરતા આવેલા છે . જેના માટે મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા અમોને આજીવિકા રળવા લાયસન્સ આપવામાં આવેલા છે . જે તમામ પ્લમ્બરો મહાનગરપાલિકાના નિતીનિયમ મુજબ ફી ભરી દર વર્ષે રીન્યુ પણ કરાવે છે અને મહાનગરપાલિકાના નિતીનિયમ મુજબ જ કામ કરે છે . અમારા લાયસન્સ પ્લમ્બરોએ આજદિન સુધી પ્લમ્બરીંગમાં ખોટા કામો કર્યા હોય તેવું અધિકારી દ્વારા કે કોઇ જાહેર જનતામાંથી બુમ ઉઠી નથી અને અમો લાયસન્સ પ્લમ્બરો નિતીનિયમ મુજબની રકમની ફી લઈને જ કામો કરીએ છીએ . જેમાં અમો મહેનત કરીને મહિને અંદાજીત 25 થી 30 હજાર રૂપિયા રડી લઇએ છીએ અને આમાંથી મારા પરીવાર તથા મજુરોનું ગુજરાન ચાલે છે . અમારા મજુરો આદીવાસી આવે છે અને તેમની રોજીરોટી પણ આ જ કામ પર નિર્ભર છે . જો પ્લમ્બરીંગ કામ અમારાથી છીનવી લેવામાં આવે તો અમો તથા અમારા મજુરો બેકાર થઇ જશે , અમારી હાલત દયનીય તેમજ કફોડી બની જશે તો કેટલાકને તો આત્મહત્યા કરવાનો વખત આવશે . હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં ઘણી બધી જગ્યાએ 24x7 ની પાણી યોજનાનો અમલ કરી શ્રીરંગ સેલ્સ , લક્ષ્મી સિવિલ એન્જિનીયરીંગ સર્વિસસ , પી . દાસ ઇફસ્ટાફચર જેવી એજન્સીઓને પ્લમ્બરીંગ કામ આપવામાં આવી રહયું છે . હાલમાં સુરત શહેરમાં આ એજન્સીઓને સુરત મહાનગરપાલિકાના 20 % હિસ્સામાં કામ અપાઇ ગયું છે . જેથી તે વિસ્તારમાં હાલ કામ કરતા લાયસન્સ પ્લમ્બરો બેકાર થઇ ગયા છે અને તેમનો પરીવાર આર્થિક રીતે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહયો છે . હજી ઘણી બધી મહાનગરપાલિકાની ટી . પી . સ્કીમોમાં તેમજ સુરત કોટ વિસ્તારમાં આ 24x7 ની પાણી યોજનાનો અમલ કરવાનો ડ્રાફટ તૈયાર છે અને આ કામો પણ એજન્સીઓને આપવામાં આવશે તો અમે તમામ લાયસન્સ પ્લમ્બરો બેકાર થઈ જઇશું . અમો વર્ષોથી સુરત મહાનગરપાલિકામાં નિષ્ઠાપૂર્વક કામ કરતા આવેલા છે અને પ્લમ્બરીંગ સિવાય અમારી પાસે બીજો કોઇ કામ - ધંધો નથી . અમે દિવસેને દિવસે બેકાર થઇ રહયા છે અને અમારા પરીવારનું ગુજરાન ચલાવવાનું અમોને મુશ્કેલ થઇ રહયું છે . | અમો અમારા પરીવારનું ગુજરાન ચલાવી શકીએ અને અમને રોજગારી મળી રહે તે માટે આ એજન્સીઓને કામ આપવાનું બંધ કરી વર્ષોથી ચાલતી સીસ્ટમ યથાવત રાખી અમો લાયસન્સ પ્લમ્બરોને કામ મળી રહે અને આ એજન્સીઓનું કામ સદંતર બંધ કરી અમોને તથા અમારા પરીવારને આત્મહત્યા કરતા બચાવી અમોને ન્યાય અપાવશોજી .
2019-11-20 10:10:35