13
LOCKDOWN SONG દેશ ખીલશે, ગુજરાત ખીલશે’ સુરત: ગુજરાતના 30 જાણીતા કલાકાર એક જ ગીતમાં આવ્યા એ પહેલી વાર બન્યું છે. “દેશ ખીલશે, ગુજરાત ખીલશે”ના શબ્દો ઉપર સુરતના પાલ વિસ્તારમાં આવેલી શ્રીપાદ – અંતેલીયા નામની સોસાયટીના 20 જેટલા બાળકો એટલા ખીલ્યા છે કે “દેશ ખીલશે, ગુજરાત ખીલશે” નું એમનું વર્ઝન પણ દર્શનીય બન્યું છે. કવિ ચંદ્રેશ મકવાણા “નારાજ” દ્વારા લખાયેલા “દેશ ખીલશે, ગુજરાત ખીલશે” ગીતને અરવિંદ વેગડાનો કંઠ મળ્યો છે. સમીર અને માના રાવલે સંગીતબદ્ધ કરેલા આ ગીતમાં ગુજરાતી ફિલ્મ જગતના સિનિયર મોસ્ટ નરેશ કનોડિયા, હિતેન કુમારથી લઇને સ્મિત પંડ્યા સુધીના 30 જેટલા કલાકારોએ ભાગ લીધો છે. કોરોના સામેની લડતમાં આપણે સૌ સાથે છીએ તેવો સુંદર એક હકારાત્મક મેસેજ આપતા આ ગીતના શબ્દો અનેકને પસંદ આવ્યા છે. આ ગીતને વડાપ્રધાને પણ ટ્વિટ કર્યું હતુ. બધે જ બાળકો માટે અને દરેક વ્યક્તિ માટે કોઈ ને કોઈ પ્રવૃત્તિ થઇ રહી છે. એવા સમયે સોસાયટીમાં જ રહેતા માર્કેટિંગ પ્રોફેશનલ કૃણાલ દેસાઈ અને વીડિયોગ્રાફી કરતા ગૌરાંગ દેસાઈને એક વિચાર આવ્યો અને જાણીતા લોકો એ બનાવેલા ગીતને આ અજાણ્યા લોકે એ નવી રીતે બનાવ્યું. સોસાયટીના બાળકોને અલગ અલગ રીતે એમના જ મોબાઈલમાં શૂટિંગ કર્યું, કોઈને ભેગા ન કર્યા અને ગીત બન્યું. ગૌરાંગ દેસાઈ, અપૂર્વ પટેલ, ગૌરવ દેસાઈ અને કૃણાલ દેસાઈના વર્ઝનને પણ લોકો વધાવી રહ્યા છે. સોસાયટીમાં બેઠા બેઠા પણ કેવા સારા ક્રિએટિવ આઈડિયા આવે છે અને એનું સારું પરિણામ પણ આવે છે, એનું આ એક ઉદાહરણ સુરતની શ્રીપદ એન્ટેલિયાએ આપ્યું છે....
2020-05-15 07:20:26