129
EXOTIC NEWS SURAT EDUCATION *શ્રી ઈ.મો.જિનવાળા કેળવણી મંડળ સંચાલિત શાળાઓ માટે છ મહિના સુધીની ફી માફી કરવા માટે લેવાયેલ એક માનવતાસભર પગલું.* શિક્ષણ ક્ષેત્રે નિઃસ્વાર્થ ભાવે પોતાની ઉમદા સેવા આપતી પ્રતિષ્ઠિત સંસ્થા શ્રી ઈશ્વરલાલ મોતીરામ જિનવાલા કેળવણી મંડળ, લાલદરવાજા તેમજ સુમુલ ડેરી રોડ મુકામે છેલ્લાં 35 વર્ષથી વાલીઓ પાસેથી કોઇપણ પ્રકારનું ડોનેશન લીધાં વિના અવિરત ચાલતી સંસ્થા છે. આ વર્ષે અચાનક આવી પડેલી કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીના સંજોગોમાં આ મંડળ સંચાલિત શાળાઓ માટે સેવાભાવી પ્રમુખ શ્રી પ્રફુલચંદ્ર એ. શાહ, મંત્રી શ્રી મુકુંદભાઈ બી જરીવાળા તથા મંડળના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા લેવાયેલ એક માનવતાસભર પગલું કે જેમાં શ્રી ગોદાવરીબેન ઠાકોરદાસ શિશુનિકેતન (ગુજરાતી માધ્યમ) તથા એમ.યુ. એસ. પ્રિ-પ્રાયમરી ઇંગ્લિશ મિડિયમ સ્કુલ (સુમુલ ડેરી રોડ શાખા) માટે શૈક્ષણિક વર્ષ 2020-21 ની છ માસિક ફી માફી કરી વાલીઓને આ વિકટ પરિસ્થિતિમાં અનુકૂળતા કરી આપેલ છે. આ જ મંડળ દ્વારા સંચાલિત અન્ય ચાર પ્રાથમિક શાળાઓ તેમજ બંને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અનુક્રમે લીલાબા ડાહ્યાભાઈ વજેરામ કન્યા વિદ્યાલય(પ્રાથમિક વિભાગ), પુ. હ. પટેલ સંસ્કાર વિદ્યામંદિર, એમ.યુ.એસ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ (પ્રાયમરી/સેકન્ડરી/હા.સેકન્ડરી) તેમજ તરુણકાન્તા વસંતલાલ જરીવાળા કુમાર વિદ્યાલય(પ્રાથમિક વિભાગ/માધ્યમિક વિભાગ) ના વાલીઓ માટે વર્ષ 2020-21 ના આ કપરા સમયને ઝીલવા માટે પણ ત્રિમાસિક ફી માફી કરી માનવતાવાદી અભિગમ દાખવી સમાજને શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્થાપિત કરેલ છે. શાળાના તમામ વાલીશ્રીઓએ આ સેવાકીય નિર્ણયને બિરદાવી આનંદ અને રાહતની લાગણી અનુભવી છે.
2020-06-26 10:13:09