A PHP Error was encountered

Severity: Warning

Message: file_get_contents(): SSL operation failed with code 1. OpenSSL Error messages: error:0A000126:SSL routines::unexpected eof while reading

Filename: user/video_full_view.php

Line Number: 60

Press conference about FIRE sefty CM VIJAYBHAI RUPANI 13 DECEMBER 20

Total Views :

12

EXOTIC WEB MEDIA રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલકતને રક્ષણ આપવા મુખ્યમંત્રીશ્રીના મહત્વપૂર્ણ નિર્ણયો ▪રાજ્યમાં નવા ફાયર NOC પણ હવે ઓનલાઇન મળશે - લોકોને કચેરીના ધક્કા ખાવામાંથી મુકિત ▪ફ્રાયર સેફટી NOC રિન્યુઅલ – ઓનલાઇન પેમેન્ટ-ફાયર સેફટી ઓફિસરોની ઉપલબ્ધતા અંગે પારદર્શી ત્વરિત ઓનલાઇન સીસ્ટમનું પોર્ટલ વિકસાવવામાં આવશે ¤ ગુજરાતની અભિનવ પહેલ¤ ▪ફાયર - ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે યુવા ખાનગી ઈજનેરોને-અગ્નિશમન ક્ષેત્ર–ફાયર સાયન્સના અભ્યાસ કરેલા યુવાનોને મોટાપાયે સ્વરોજગારીની તકો મળશે ▪ફાયર સેફ્ટીની જરૂરી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે ઇમ્પેનલ્ડ કરી પ્રેકટિસની મંજૂરી અપાશે ▪ખાનગી અને તાલીમબદ્ધ યુવા ફાયર સેફ્ટી ઓફિસરની વ્યવસાયિક તજજ્ઞતા ધરાવતી વિશાળ કેડર ઉભી થશે ▪ફાયર સેફટી ઓફિસરોએ તેમના ગ્રેડ-કક્ષા મુજબ ફાયર ફાઇટીંગ સહિતની સઘન તાલીમ લઇ ટેસ્ટમાં ઉત્તીર્ણ થયા બાદ જ ઇમ્પેનલ્ડ થઇ શકશે - દર ૩ વર્ષે ફાયર સેફટી ઓફિસેરે રિફ્રેસર કોર્ષ કરવો પડશે ▪શહેરીકરણના વધતા વ્યાપ સામે ખાનગી ફાયર સેફ્ટી ઓફિસરોની સેવાઓ મળતી થતા ઓનલાઇન NOC મેળવવાનું - રિન્યુઅલ કરાવવાનું વધુ સરળ ઇઝ ઓફ લિવીંગમાં વૃદ્ધિ ▪બિલ્ડીંગની ડિઝાઇન-વિકાસ પરવાનગી વખતે જ ફાયર સેફટી પ્લાન મંજૂર કરાવવો પડશે-બી.યુ વખતે ફાયર સેફટી પ્રમાણપત્ર લેવું પડશે ▪નવા બનેલા બિલ્ડીંગ્સ માટે ફાયર સેફટી સર્ટિફિકેટ- NOC ત્રણ વર્ષ માટે માન્ય રહેશે ▪રેગ્યુલરાઇઝેશન બિલ્ડીંગના કિસ્સામાં બે વર્ષની મૂદત માટે FIRE NOC માન્ય ▪સમગ્ર રાજ્યમાં ફાયર સેફટી સર્ટિફિકેટ અને રિન્યુઅલ માટે એકસૂત્રતા લાવવા એકસમાન ફોર્મ પ્રમાણપત્રની સુદઢ વ્યવસ્થા થશે ▪ફાયર સેફટી ઓફિસરો દરેક સંકૂલો-બિલ્ડીંગોની ફિલ્ડ વિઝીટ કરી સમયાંતરે ફાયર સેફટી સર્ટિફિકેટ રીન્યુ કરવાના રહેશે ▪રાજ્યમાં પ્રવર્તમાન ફાયર સેફટી નિયમોને સુસંગત નવી વ્યવસ્થાથી ફાયર સેફટી-સલામતિની સ્થિતી વધુ સંગીન બનશે-આગના અકસ્માતથી જાનમાલનું નુકશાન અટકશે* ▪આ નવી વ્યવસ્થાનો આગામી 26 જાન્યુઆરી થી રાજ્યમાં અમલ કરાશે ******** મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલ્કતને રક્ષણ આપવા ફાયર સેફટી અંગે કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. તેમણે રાજ્યમાં દરેક હાઇરાઇઝડ બિલ્ડીંગ, વાણિજ્યીક સંકુલો, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ્સ અને ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી એન.ઓ.સી. ઓનલાઇન મેળવવા માટેની પ્રક્રિયાઓ અંગે રાજ્ય સરકાર પારદર્શી રીતે ફાયર સેફટી કોપ પોર્ટલ વિકસાવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્ય મંત્રીશ્રીએ આ કામગીરીમાં ગતિ લાવવા સાથે રાજ્યમાં યુવા ઇજનેરોને સ્વતંત્ર રીતે ફાયરસેફટી ઓફિસર તરીકે સ્વરોજગાર આપવાની એક અભિનવ પહેલ કરી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ એવો ક્રાંતિકારી નિર્ણય કર્યો છે કે, રાજ્યમાં ફાયર સર્વિસ ક્ષેત્રે કારર્કીદી ઘડીને ખાનગી ફાયર સેફટી ઓફિસર તરીકે યુવા ઇજનેરોને નિર્દિષ્ટ જરૂરી તાલીમ લીધા બાદ ફાયર સેફટી ઓફિસર તરીકે ખાનગી પ્રેકટીસ માટે રાજ્ય સરકાર મંજૂરી આપશે. આવા સ્વતંત્ર પ્રેકટિસ કરતા ખાનગી ફાયર સેફટી ઓફિસરોની નગર-મહાનગરોમાં પેનલ તૈયાર કરાશે. મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયથી નગરો-મહાનગરોના સ્થાનિક તંત્રમાં ફાયર સેફ્ટી, NOC, રિન્યુઅલ વગેરેની કામગીરીનું હાલનું વધુ પડતું કાર્યભારણ ઓછુ થશે. એટલું જ નહીં બિલ્ડિંગ ધારકો અને લોકોને NOC મેળવવા તથા રિન્યુઅલ કરાવવામાં સરળતા મળશે. આવા ખાનગી ફાયર સેફ્ટી ઓફિસરની નિયુક્તિ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એકટ-ર૦૧૩ની કલમ-૧રની જોગવાઇ મુજબ કરવામાં આવશે. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના આ નિર્ણયને પગલે રાજ્યમાં મોટા પ્રમાણમાં ઊંચા મકાનો, કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, શાળા-કોલેજ, હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમોને મેળવવાનું થતું ફાયર એન.ઓ.સી. તથા દર છ મહિને રિન્યુઅલ કરાવવાની સેવાઓ ઝડપી અને વિના વિલંબે મળતી થશે. એટલું જ નહીં, આવા મિલ્કત માલિકો, કબજેદારોને પોતાની પસંદગી મુજબના ફાયર સેફટી ઓફિસરની સેવાઓ લેવાનો વિકલ્પ મળશે. રાજ્યમાં નગરો-મહાનગરોના સ્થાનિક તંત્રના ફાયર ઓફિસર ઉપરાંત હવે આવા ખાનગી અને તાલીમબદ્ધ યુવા ફાયર સેફ્ટી ઓફિસરની વ્યવસાયિક તજજ્ઞતા ધરાવતી વિશાળ કેડર પણ ઉભી થશે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણે તો લોકોની સેફટી-સિકયુરિટી અને સાથે ઇઝ ઓફ લીવીંગમાં પણ વૃદ્ધિ થાય તેવો અભિગમ અપનાવ્યો છે. લોકોને પોતાના કામો માટે કોઇ પરવાનગી-મંજૂરી માટે કચેરીઓમાં જવું જ ન પડે અને ઘરે બેઠા ઓનલાઇન કામ થાય તેવી લેસ હ્યુમન ઇન્ટરફેસ-ફેઇસ લેશ સેવાઓ વિકસાવતા જઇએ છીયે. ગુજરાતમાં ODPS ના સફળ અમલ પછી હવે દેશમાં વધુ એક નવતર ડગલું આપણે ભર્યું છે. ફાયર NOC લેવા માટે લોકોને કચેરીઓમાં જવુ જ ન પડે તે માટે પારદર્શીતા લાવવા ફાયર સેફટી કોપ-ફાયર સેફટી કોમ્પ્લાયન્સ પોર્ટલ વિકસાવવાનું રાજ્ય સરકારે નિર્ધારીત કર્યુ છે. આ પોર્ટલ પર નવા ફાયર સેફટી NOC, રિન્યુઅલ, ઓનલાઇન પેમેન્ટ અને ફાયર સેફટી ઓફિસરની માહિતી સહિતની વિગતો સરળતાથી ઓન ફિંગર ટિપ મળતી થશે. આ આખીયે ઓનલાઇન પોર્ટલ વ્યવસ્થાને કોમ્પ્લેકસીટી નહિ સિમ્પલીસિટી-સરળ અને સહજ તથા આખા રાજ્યમાં એકસમાન સૂત્રતા વાળી બનાવવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે. ઓનલાઇન ભરવાના ફોર્મ્સ, અરજી, પ્રમાણપત્રો બધું જ સામાન્ય માણસને પણ સમજાય અને તે પોતાની જાતે એપ્લાય કરી શકે તેવું સરળીકરણ કર્યુ છે. આવા જે પ્રમાણપત્રો-સર્ટિફિકેટ મેળવવાના છે તેમાં નવા બિલ્ડીંગ માટે ફાયર સેફટી સર્ટિફિકેટ -૩ વર્ષ માટે માન્ય રહેશે. રિન્યુઅલ સર્ટિફિકેટ બે વર્ષ માટે માન્ય રાખવામાં આવશે. ફાયર સેફટી ઓફિસરે દર ૬ મહિને આગ અને સલામતિના ઉપાયોની આવા બિલ્ડીંગમાં જાતે તપાસ કરીને ફિલ્ડ વિઝીટ કર્યા પછી યોગ્યતા પ્રમાણપત્ર સિસ્ટમમાં અપલોડ કરવું પડશે. રાજ્ય સરકારે આ હેતુસર ફાયર સેફટી નિષ્ણાંતો, ટાઉન પ્લાનર્સ એન્જીનીર્યસની સલાહ લઇને વિવિધ પ્રકારના બિલડીંગ્સ માટે ફાયર સેફટી ઓફિસર માટેના વ્યાપક ચેકલીસ્ટ વિકસાવી રર૦ સ્ટાન્ડર્ડ ચેકલીસ્ટ બનાવવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે.

Publish Date :

2020-12-13 02:27:15

Recommended Videos

IMG