22
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE NEWS SGCCI ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વુમન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા સુરત માં મિસ્ટર કાફે ખાતે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે મળેલી આ મિટીંગમાં ૪૦ થી વધુ મહિલા ઉપસ્થિત રહી હતી. સુરત માં ખુબ મોટી સંખ્યામાં મહિલા ઓ અલગ અલગ પ્રકાર ના વ્યવસાય સાથે સંકળાયેલ છે ત્યારે મહિલા ઓ ને આત્મ નિર્ભર બનવા માટે અને પોતાના વ્યવસાય ને કેવી રીતે આગળ વધારી શકે એ માટે આ SGCCI વુમન આંત્રપ્રીન્યોર સેલ ગ્રુપ બનાવાયું છે આ ગ્રુપ શરૂ થયા પછી લગભગ ૩લાખ જેટલો બિઝનેસ મહિલાઓએ કર્યો હતો ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદનાબેન ભટ્ટાચાર્યએ સર્વેને આવકારી સેલ દ્વારા આયોજિત આગામી કાર્યક્રમો વિશે માર્ગદર્શન આપ્યું હતું. સીએ પ્રિયા સોમાણીએ પ્રોપર્ટી રાઇટ્સ વિશે માર્ગદર્શન આપ્યું હતું . જ્યારે એસજીસીસીઆઇ વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન સ્વાતી શેઠવાલાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. અને કો–ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ સર્વેનો આભાર માની મિટીંગનું સમાપન કર્યું હતું. જો આપ આપના વ્યવસાય ને આગળ વધારવા માંગો છો ? તો જરૂર ચેમ્બર ઓફ કોમર્સ વુમન આંત્રપ્રીનીયોર સેલ સાથે જોડાવો . સંપર્ક SGCCI NANPURA SURAT ફોન નંબર ૦૨૬૧૨૪૭૯૪૩૧ SUBSCRIBE THIS CHANNEL WITH CLICK
2020-12-17 05:47:41