Aatm nirbhar yojna important information by secretary to cm Ashwani Kumar 15 may 20

Total Views :

56

*આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’’થી રાજ્યના ૧૦ લાખ નાના વ્યવસાયકારોને લાભ મળશે: માત્ર ર ટકાના દરે રૂ. ૧ લાખની લોન* ......  *રૂ. ૧ લાખ સુધીની લોન માત્ર ર ટકાના વ્યાજે મળશે*  *ત્રણ વર્ષની લોનમાં પ્રથમ ૬ માસ સુધી હપ્તો ભરવામાંથી મૂક્તિ*  *તા.ર૧મે થી તા.૩૧ ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે*  *રાજ્યમાં ૯૦૦૦ થી વધુ સ્થાનો ઉપરથી અરજી ફોર્મ મેળવી શકાશે* ....... મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આપી વિગતો ....... કોરોના મહામારીના જંગમાં દેશના સામાન્ય લોકોને સહાયરૂપ થવા કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ર૦ લાખ કરોડના પેકેજ સાથે આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાતના તમામ નાના વ્યવસાયકારોને મદદરૂપ થઇ શકાય તે હેતુથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં નાના વ્યવસાયકારો, દુકાનદારો, સ્ટ્રીટ વેન્ડર, ઓટો ડ્રાયવર સહિતના વ્યકિતગત ધંધા-વેપાર કરતા અને કારીગરોને લોકડાઉનની સ્થિતીમાંથી પૂન: બેઠા કરવા જાહેર કરેલી આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના માટેના અરજી ફોર્મ આગામી તા. ર૧મી મે થી અપાશે. મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વધુ વિગતો આપતાં કહ્યું કે, આવા અરજી ફોર્મ રાજ્યભરમાં ૧૦૦૦ જેટલી જિલ્લા સહકારી બેન્ક શાખાઓ, ૧૪૦૦ અર્બન કો-ઓપરેટીવ બેન્કસ અને ૭ હજારથી વધુ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીઝ મળી નવ હજાર જેટલા સ્થળોએથી મેળવી શકાશે. તેમણે ઉમેર્યુ કે, આ મહત્વાકાંક્ષી યોજનાનો લાભ લેવા માટે માત્ર અરજી ફોર્મ ભરીને તા.૩૧મી ઓગષ્ટ સુધીમાં પરત આપવાના રહેશે. અન્ય કોઇ ફી કે ચાર્જ આ હેતુસર લેવામાં આવવાનો નથી. મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ આ યોજના અન્વયે નાના વ્યવસાયકારો, કારીગરો-ધંધો રોજગાર કરનારા ૧૦ લાખ જેટલા વ્યકિતઓને ૩ વર્ષ માટે રૂ. ૧ લાખ સુધીની લોન માત્ર ર ટકાના વ્યાજે આપવામાં આવશે તેની પણ ભૂમિકા આપી હતી. તેમણે ઉમેર્યુ કે, આ લોન કોઇ પણ જાતની ગેરંટી વગર અપાશે તેમજ માત્ર ર ટકા વ્યાજના દરે આપવામાં આવશે. એટલું જ નહિ, લોનના પ્રથમ ૬ માસ સુધી કોઇ હપ્તો પણ વસુલવામાં નહિં આવે. ૩ વર્ષ માટેની મુદતની આવી લોન સહકારી બેન્કોને ૮ ટકા વ્યાજે લાભાર્થીને આપવા મુખ્યમંત્રીશ્રીએ કરેલી અપિલનો બેન્કોએ સુચારૂં પ્રતિસાદ આપ્યો છે એમ પણ શ્રી અશ્વિનીકુમારે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ આવા નાના ધંધો-વ્યવસાય કરનારાઓ વાળંદ, ધોબી, પ્લંબર, નાની કરિયાણા દુકાન, સ્ટ્રીટ વેન્ડર, ઓટો ડ્રાયવર વગેરેને વ્યાજનો બોજ વહન ન કરવો પડે તેવા ઉદાત્ત ભાવથી રાજ્ય સરકાર બાકીના ૬ ટકા વ્યાજ ભરશે, તેવો પણ નિર્ણય કરેલો છે એમ તેમણે કહ્યું હતું. આ મહત્વપૂર્ણ યોજના અંતર્ગત આવી લોન સહાય અંતર્ગત સમગ્રતયા અંદાજે પાંચ હજાર કરોડનું ધિરાણ પુરૂં પાડી લોકડાઉનની સ્થિતીમાંથી નાના ધંધો વેપાર-વ્યવસાયીકોને આર્થિક આધાર આપી પૂન: પૂર્વવત કરવામાં અને ૧૦ લાખ લોકોને આત્મનિર્ભર બનવામાં રાજ્ય સરકાર સહાયક બનશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે વ્યકત કર્યો હતો. .....

Publish Date :

2020-05-15 08:54:59

Recommended Videos

IMG